બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / fastag is compulsory for all vehicles new rules toll plaza toll tax

હુકમથી / FASTag કઈ કઈ ગાડીઓ પર લગાવવું થયું જરૂરી, જાણો કેટલા રૂપિયામાં અને ક્યાંથી બનાવડાવશો

Bhushita

Last Updated: 11:30 AM, 15 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રાતે 12 વાગ્યાથી FASTag અનિવાર્ય બની રહ્યું છે તો તમે પણ આ રીતે સરળતાથી ફાસ્ટેગ બનાવડાવી શકો છો.

  • આજે રાતે 12 વાગ્યાથી FASTag થશે અનિવાર્ય
  • જાણો કઈ કઈ ગાડીઓ પર ફાસ્ટેગ થયું અનિવાર્ય
  • જાણો કેટલી ફીમાં કઈ રીતે બનાવડાવી શકાશે ફાસ્ટેગ

આજે રાતે 12 વાગ્યાથી એટલે કે 15 ફેબ્રુઆરીની રાતથી દેશમાં દરેક ગાડીઓ માટે FASTag અનિવાર્ય બન્યું છે. એવમાં તમે સવારે હાઈવે પર ફરવાનો પ્લાન રાખો છો કે કોઈ લગ્નમાં જઈ રહ્યા છો તો તમારી ગાડી માટે ફાસ્ટેગ જરૂરી છે કે નહીં તે જાણો. 

સફેદ નંબર પ્લેટવાળા વાહન

જો તમારી ગાડીની નંબર પ્લેટ સફેદ રંગની છે તો પછી હાઈવે પર ટોલ નાકાથી પસાર થતા તમારી પાસે FASTag હોવું જરૂરી છે. જો એવું નથી તો તમાર બમણો ટોલ ટેક્સ ભરવો પડશે. 

બુલેટની સવારી થઈ સસ્તી

FASTagની અનિવાર્યતાથી ટુવ્હીલરને દૂર રખાયું છે. હાઈવે પર ટુવ્હીલર પર કોઈ ટોલ લાગતો નથી. તમે બુલેટથી ક્યાંક જઈ રહ્યા છો તો તમે બેફિકર થઈને ફરી શકો છો. જો તમે એક્સપ્રેસ વે પકડી રહ્યા છો તો તમારી યાત્રા માટે તમારે તેની પર ટોલ આપવાનો રહે છે. 

કર્મશિયલ વાહન

જો તમે કર્મશિયલ વાહન ચલાવો છો અને તમારી નંબર પ્લેટ પીળા રંગની છે તો ટ્રક કે કેબ તમને હાઈવે પર ટોલ પ્લાઝાથી પસાર થવા માટે FASTagની જરૂર રહે છે. 

ક્યાંથી ખરીદશો FASTag

દેશભરમાં 40000થી વધારે કેન્દ્રો સ્થાપિત કરાયા છે જ્યાંથી FASTag ખરીદી શકાય છે. આ સિવાય તમે પેટીએમ, ડિજિટલ વોલેટ, ફ્લિપકાર્ટની પાસેથી પણ તેને ખરીદી શકો છો. તમે તેને ઘરે બેઠા મંગાવી શકો છો અને તમારી કારની સામેની વિંડસ્ક્રીન પર લગાવી શકો છો. તેને તમે યૂપીઆઈ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી રિચાર્જ કરી શકો છો. જો ફાસ્ટેગ બેંક ખાતાથી લિંક હશે તો રૂપિયા તમારા ખાતામાંથી જાતે જ કપાઈ જશે. 

કેટલી છે FASTag ની કિંમત

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ફાસ્ટેગની કિંમત 100 રૂપિયા રાખી છે. આ સિવાય 200 રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ આપવાની રહે છે. 

કેવી રીતે બનાવશો ફાસ્ટેગ

ફાસ્ટેગ એક સ્ટીકર હોય છે જે વાહનના વિંડ સ્ક્રીન પર લગાવાય છે. ટોલ પર ક્રોસિંગ સમયે ડિવાઈસ રેડિયો ફ્રિકવન્સી ઓઈડેન્ટિફિકેશન ટેક્નોલોજીની મદદથી ટોલ પ્લાઝા પર લગેલા સ્કેનરથી કનેક્ટ થાય છે અને પછી ફાસ્ટેગ સાથે જોડાયેલા એકાઉન્ટથી રૂપિયા કપાઈ જાય છે. તેને ટોલ પ્લાઝા પર રોકાવવાની જરૂર રહેતી નથી. 

રાખો આ વાતનું ધ્યાન

FASTag વાળા વાહનો જ્યારે પણ ટોલ નાકા પરથી પસાર થાય છે ત્યારે તેમની ગતિ 25-30 કિમી પ્રતિ કલાકની હોવી જોઈએ. ગાડીને ટોલ પ્લાઝા પર રોકવી નહીં. ટોલ પ્લાઝાથી ગાડી ધીરેથી કાઢી લેશો તો બૂમ બેરિયરથી અથડાઈ શકો છો. કેમકે એક નક્કી સમયે તે બેરિયર નીચે આવે છે. જો તમારું FASTag રીડ નથી થયું તો ટોલ પ્લાઝાના કર્મચારી સાથે વાત કરો અને તમારું કામ થઈ જશે. 

લાગશે બમણો ચાર્જ

જો તમારું ફાસ્ટેગ કામ નથી કરી રહ્યું તો કે તે વેલિડ નથી તો હાઈવેથી પસાર થવામાં તમારે બમણો ટોલ ભરવો પડી શકે છે.  ફાસ્ટેગ નથી તો પણ આ નિયમ લાગૂ પડે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Charges Fastag Fees Rules Utility news process ટેક્સ ટોલ નાકા નિયમ ફાસ્ટેગ યૂટિલિટી સ્પીડ Fastag
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ