Fast x box office Report: વિન ડિઝલ અને લુડાક્રિસ સ્ટારર ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ઈન્ડિયામાં સતત પોતાના ફેંસનું દિલ જીતી રહી છે. આ ફિલ્મે ઈન્ડિયામાં 20 દિવસમાં જ 100 કરોડથી વધારેનો આંકડો પાર કરી લીધો છે.
વિન ડીઝલની રેસિંગ ફિલ્મનો ભારતમાં દબદબો
મારી 100 કરોડ ક્લબમાં એન્ટ્રી
દુનિયાભરમાં મચાવી રહી છે ધૂમ
વિન ડિઝલની હોલીવુડ ફિલ્મ 'ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ-10' આવતા જ સિનેમાઘરોમાં છવાઈ ગઈ છે. આ ફિલ્મના ઈન્ડિયામાં રિલીઝ થવાના કારણે 'ધ કેરલ સ્ટોરી'ના કલેક્શન પર ખૂબ જ અસર પડ્યો છે. વિન ડિઝલ અને લુડાક્રિસ સ્ટારર એક્શન એડવેન્ચર ફિલ્મને ભારતીય ઓડિયન્સનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે.
ફેંસની વચ્ચે આ મૂવી સીરિઝનો હંમેશા ઉલ્લેખ થઈ રહ્યો છે. ઈન્ડિયામાં ઈંગ્લિશ લેન્ગવેજમાં તો ફિલ્મને લોકો પસંદ કરી જ રહ્યા છે પરંતુ તેના ઉપરાંત હિંદીમાં પણ ફિલ્મની કમાણી ખૂબ સારી થઈ રહી છે. 20 દિવસોમાં ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કરી દીધો છે.
ઈન્ડિયન બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર
ફાસ્ટ એન્ડ ફ્યુરિયસના 10માં પાર્ટે ઈન્ડિયન બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. વિન ડિઝલ સ્ટારર આ ફિલ્મની હિંદીમાં ઓપનિંગ 5 કરોડથી થઈ અને ઈંગ્લિશમાં પહેલા દિવસે ફિલ્મે 5.58 કરોડનો બિઝનેસ કર્યો હતો.
જોકે પહેલા વીકેન્ડ બાદ ફિલ્મની કમાણી ખૂબ જ ઘટી ગઈ. જણાવી દઈએ કે બુધવારે કલેક્શનની વાત કરીએ તો સિંગલ ડે પર ફિલ્મે હિંદીમાં 1.1 કરોડ, અંગ્રેજીમાં 1.02 કરોડ, તમિલમાં 2 લાખ અને તેલુગુમાં 4 લાખનો ટોટલ બિઝનેસ કર્યો. હિંદીમાં ફિલ્મનું અત્યાર સુધી ટોટલ કલેક્શન 48.7 કરોડ, તમિલમાં ટોટલ 3 કરોડ થયો છે.
જ્યારે તેલુગુ ભાષામાં ફિલ્મે 1.91 કરોડનો ટોટલ બિઝનેસ કર્યો. ઈંગ્લિશમાં 46.63 કરોડનું અત્યાર સુધી ફિલ્મનું ટોટલ કલેક્શન રહ્યું છે. જ્યારે હિંદીમાં કોમ્પિટિશન ઓછુ છે.
દુનિયાભરમાં ફિલ્મની શાનદાર કમાણી
હોલીવુડ ફિલ્મ Fast Xએ ઈન્ડિયામાં નેટ 100.27 કરોડ કર્યું છે અને આ ફિલ્મનું ગ્રોસ કલેક્શન 116.8 કરોડનું છે. ઈન્ડિયાની સાથે સાથે દુનિયાભરમાં પણ વિન ડિઝલ અને આખી ટીમનું દમદાર એક્શન ફેંસને ખૂબ રાસ આવી રહ્યો છે.
આ ફિલ્મે દુનિયાભરમાં અત્યાર સુધી 4350 કરોડનો આંકડો પાર કર્યો છે. જે પ્રકારે હોલિવુડ ફિલ્મ માટે લોકોમાં દિવાનગી જોવા મળે છે. તેને જોતા કહેવું બિલકુલ ખોટુ નહીં હોય કે ફિલ્મ જલ્દી જ 5 હજાર કરોડનો આંકડો પાર કરી મોસ્ટ હાઈએસ્ટ ફિલ્મ 'ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી'ને પણ મ્હાત આપશે.