બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / FAST bowler involved in Team India coming in t 20 series , Rohit did not give a single chance

T-20 / રાહુલના હાથમાં ટીમ ઈન્ડિયા આવતા સામેલ થયો ઘાતક બોલર, રોહિતે નહોતો આપ્યો એક પણ મોકો

MayurN

Last Updated: 05:33 PM, 2 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક બાજુ ભારતની ફેવરીટ સીઝન IPL પૂરી થઇ છે તો 9 જુનથી ટી-20 સીઝન ચાલુ થવાની છે જેમાં ઘણા યુવાન ચહેરા ટીમ ઇન્ડિયાની જર્સીમાં પહેલીવાર જોવા મળશે.

  • ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને મળ્યો મોકો 
  • ઇપીએલમાં સૌથી શાનદાર ડેથ બોલર
  • રોહિત, કોહલી, શમી, બુમરાહ આરામમાં 

IPL ખતમ, T-20 શરુ 
IPL 2022 હવે સમાપ્ત થઈ ગઈ છે અને વિશ્વભરના ક્રિકેટ ચાહકો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આગામી ટી -20 શ્રેણીની રાહ જોઈ રહ્યા છે. આ સીરીઝમાં મોટા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે અને ટીમ ઇન્ડિયાની કમાન કે.એલ. રાહુલના હાથમાં સોંપવામાં આવી છે. રાહુલ કેપ્ટન બનવાની સાથે જ ટીમ ઈન્ડિયામાં એવા બોલર માટે પણ તક છે જે લાંબા સમયથી પોતાના સામેલ થવાની રાહ જોઈ રહ્યો હતો.

રાહુલના આવવાથી મળ્યો મોકો
કે.એલ. રાહુલના આવવા સાથે જ ટીમ ઇન્ડિયામાં એક ખેલાડીને તક મળી છે જે ત્રણ વર્ષથી આઇપીએલમાં સારો દેખાવ કરી રહ્યો હતો પરંતુ ટીમમાં સ્થાન મેળવી શક્યો નહતો. આ ખેલાડીઓ બીજું કોઈ નહીં પણ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ છે. અર્શદીપ છેલ્લા કેટલાક વર્ષોથી આઇપીએલના સૌથી શાનદાર ડેથ બોલર તરીકે ચાલ્યો છે. આ કારણે હવે તેને આગામી આફ્રિકન શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં તક આપવામાં આવી છે. હવે અર્શદીપ ભારતીય ટીમની જર્સીમાં જોવા મળશે.

IPL 2022માં તેને કમાલ પ્રદર્શન બતાવ્યું
IPL 2022માં પંજાબ કિંગ્સ તરફથી રમનારા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની પ્રથમ વખત ટીમ ઇન્ડિયામાં પસંદગી થઇ છે. IPL 2022માં અર્શદીપે 14 મેચમાં 10 વિકેટ મેળવી હતી. તેની વિકેટ ભલે ઓછી રહી હોય, પરંતુ તેને તક એટલા માટે મળી છે કારણ કે છેલ્લી ઓવરોમાં તેની પાસે બીજા કોઈ બોલરની શાનદાર એવરેજ રહી નથી. રન ન આપવાની તેની કળાએ તેને પહેલી વખત ટીમ ઈન્ડિયામાં તક આપી છે.

જુના ખેલાડીઓને આરામ મળશે 
સાઉથ આફ્રિકા સામેની T-20 શ્રેણી માટે સિલેક્ટરોએ નિયમિત કેપ્ટન રોહિત શર્મા, દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી, દિગ્ગજ બોલર મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહને આરામ આપ્યો છે. T-20 વર્લ્ડ કપને જોતા યુવા ખેલાડીઓ આ શ્રેણીમાં સારૂ પ્રદર્શન કરીને ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે. ખાસ કરીને IPLમાં શાનદાર દેખાવ કરનારા ખેલાડીઓને આ સિરિઝમાં તક આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ભારતીય T-20 ટીમ :
કેએલ રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, દીપક હૂડા, શ્રેયસ અય્યર, રિષભ પંત (વાઇસ કેપ્ટન, વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઇ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક.

સંકળાયેલા મુદ્દાઓ

Arshdeep Singh IPL K L Rahul T-20 Series Team India Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ