બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / fast boller bhuvneshwar kumar undergoes sports hernia surgery in london to undergo rehabilitation at nca

ક્રિકેટ / ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારનું લંડનમાં કરાયું હર્નિયાનું ઓપરેશન, એનસીએમાં કરશે રિહેબિલિટેશન

Last Updated: 04:55 PM, 16 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈજાઓથી પીડાતા ભારતનાં ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર લંડનમાં સ્પોર્ટસ હર્નિયાનું ઓપરેશન કરાવ્યું છે જ્યારે તેઓ સ્વદેશ આવશે ત્યારે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીમાં રિહેબિલિટેશન શરુ કરશે. BCCIએ આ જાણકારી આપી છે જોકે હજુ સુધી તેમના સાજા થવાની કોઈ સમય સીમા જણાવવામાં નથી.

  • લંડનમાં કરાયું ઓપરેશન 
  • આઇપીએલની મેચમાં ભુવી કરી શકે છે વાપસી 
  • BCCIએ આપી જાણકારી 

માનવામાં આવી રહ્યું છે કે 29 માર્ચનાં દિવસે શરુ થતી આઈપીએલ દરમીયાન તેઓ પરત ફરશે અને સનરાઈઝર્સ માટે ક્રિકેટ રમશે. બોર્ડ સચિવ જય શાહે એક નિવેદનમાં કહ્યું કે ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને 9 જાન્યુઆરીએ લંડન લઇ ગયાં હતા. 11 જાન્યુઆરીએ તેમનું સ્પોર્ટસ હર્નિયાનું ઓપરેશન કરવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયાનાં ફીઝીયો યોગેશ પરમાર તેમની સાથે હતા.

તેમણે કહ્યું કે 'ભુવનેશ્વર હવે ભારત પરત ફરશે અને બેંગ્લોર સ્થિત રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીમાં રિહેબિલિટેશન કરાવશે.'આગામી ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે પણ તેમની પસંદગી કરવામાં આવી નથી. ગયા વર્ષે ભુવનેશ્વરે 33 વન ડેમાં 33 વિકેટ અને 17 T20માં 18 વિકેટ લીધી હતી. 

BCCIએ વધુમાં જણાવતાંએ કહ્યું કે બેટ્સમેન પૃથ્વી તેમના ખભાની ઈજા બાદ ભારતની ટીમ એમાં સામેલ થઇ ન્યુઝીલેન્ડનાં પ્રવાસે જશે. જ્યારે ભારતની સીનીયર ટીમ 24 જાન્યુઆરીએ શરુ થનાર પાંચ T20, ત્રણ વન ડે અને 2 ટેસ્ટ રમશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bhuvneshwar Kumar Cricket ક્રિકેટ ભુવનેશ્વર કુમાર Cricket
Parth
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ