બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / મહિલાઓની મોટી મુંઝવણ! શેવિંગ કરવું સારું કે વેક્સિંગ? નુકસાન અને ફાયદા જાણી કરો નક્કી
Last Updated: 10:41 PM, 10 November 2024
મહિલા હંમેશા પોતાની બોડીના વાળને દૂર કરવા માટે શેવિંગ, વેક્સિંગ કે લેઝર ટ્રીટમેન્ટ જેવી પદ્ધતિનો ઉપયોગ કરતી હોય છે. આની પાછળ તેમનો ધ્યેય હોય છે કે બોડી પર ફરી વધારે જાડા વાળ ન ઉગે અને ત્વચા મુલાયમ રહે. જોકે એવામાં મહિલાઓ ઘણીવાર શેવિંગ અને વેક્સિંગમાં કન્ફ્યુઝ થઈ જતી હોય છે કે બંનેમાં સારું કયું છે અને કહ્યું વધારે અસરકારક છે. તો ચાલો આ બંનેના ફાયદા અને નુકસાન વિશે માહિતી મેળવીએ.
ADVERTISEMENT
શેવિંગના ફાયદા
ADVERTISEMENT
ઝડપી અને સરળ- શેવિંગ એક જલ્દી થતી પ્રક્રિયા છે અને આને ઘર પર સરળતાથી પણ કરી શકાય છે.
સસ્તું- શેવિંગ માટે મોંઘા ઉપકરણોની જરૂર નથી હોતી.
કોઈ દુખાવો નહિ- શેવિંગ કરતી સમયે સામાન્ય પણે કોઈ દુખાવો નથી થતો.
ચોકકસાઈ- શેવિંગથી નાના વાળને પણ ચોક્કસાઈથી દૂર કરી શકાય છે.
શેવિંગના નુકસાન
અસ્થાયી પરિણામ- શેવિંગથી મળતા પરિણામ અસ્થાયી હોય છે અને થોડા જ અમુક દિવસે વાળ ફરી ઊગી જતાં હોય છે. વાળનુ જાડુ થવુ- સતત શેવિંગ કરવાથી વાળનું પોર્સ બંધ થઈ શકે છે, જેથી વાળ જાડા અને મોટા થઈ શકે છે.
વાગવાનું જોખમ- શેવિંગ સમયે વાગવાનું જોખમ પણ રહે છે.
અંડરઆર્મ્સ અને બિકીની લાઇનમાં બળતરા - સેન્સિટિવ બોડી પાર્ટસમાં શેવિંગ કરવાથી બળતરા અને ખંજવાળ થઈ શકે છે.
વેક્સિંગના ફાયદા
લાંબા સમય સુધી પરિણામ- વેક્સિંગથી વાળ જળથી દૂર થાય છે, જેથી વાળનું ફરી ઉગવું ધીમું થઈ જાય છે અને પરિણામ લાંબા સમય સુધી રહે છે.
સ્મુદ ત્વચા-વેક્સિંગથી ત્વચા લાંબા સમય સુધી સ્મુદ અને મુલાયમ રહે છે.
વાળનું પાતળું થવું- નિયમિત વેક્સિંગથી વાળનું પોર્સ કમજોર થઈ જાય છે, જેથી વાળ પાતળા અને ઓછા થાય છે.
વેક્સિંગના નુકસાન
દર્દનાક- વેક્સિંગ એક દર્દનાક પ્રક્રિયા હોય છે, ખાસ કરીને સેન્સિટિવ પાર્ટસમાં.
મોંઘું- વેક્સિંગ એક મોંઘો વિકલ્પ હોય છે.
ત્વચામાં બળતરા- વેક્સિંગથી ત્વચામાં બળતરા અને લાલાસ આવી શકે છે.
ઇનગ્રોન હેર- કેટલીકવાર વેક્સિંગ દરમિયાન વાળ ત્વચાની અંદર અટવાઇ જાય છે, જેનાથી ચેપનું જોખમ વધી જાય છે.
આ પણ વાંચોઃ શું શરદીની ઋતુમાં ગરમ પાણીથી ન્હાવું જોઇએ? જાણો હેલ્થ માટે ફાયદાકારક કે નુકસાનકારક
તમારા માટે કયો વિકલ્પ વધુ સારો છે?
પોતાના માટે સૌથી ઉપયુક્ત વિકલ્પ પસંદ કરવા આ બાબતોનું ધ્યાન રાખવું
ત્વચાનો પ્રકાર- સેન્સેટીવ ત્વચાવાળી મહિલાઓ માટે શેવિંગ એક ઉત્તમ વિકલ્પ છે.
વાળની જાડાઈ- જાડા ને વધારે વાળવાળી મહિલાઓ માટે વેક્સિંગ વધારે અસરકારક હોય છે.
સહનશીલતા-જો તમે દુખાવો સહન નહીં કરી શકતા તો શેવિંગ તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.
સમય અને બજેટ- જો તમારી પાસે સમય અને બજેટની કમી છે, તો શેવિંગ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT