બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Fashion & Beauty / ફેશન અને સૌંદર્ય / વાળના ગુચ્છે ગુચ્છા ઉતરે છે? હેયર ફોલને અટકાવવા સ્ટેપ બાય સ્ટેપ કરો આ પ્રોસેસ

હેર કેર / વાળના ગુચ્છે ગુચ્છા ઉતરે છે? હેયર ફોલને અટકાવવા સ્ટેપ બાય સ્ટેપ કરો આ પ્રોસેસ

Last Updated: 10:52 AM, 25 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાળ તૂટવાની કે ખરવાની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે. જેના ઘણા કારણો હોઈ શકે છે. યોગ્ય સારવાર અને કેટલીક આદતો બદલીને વાળ ખરતા અટકાવી શકાય છે.

હેરફોલ એક એવી સમસ્યા છે જ્યારે માથાના વાળ કમજોર થઈને તૂટવા લાગે છે. લગભગ બધા જ લોકો પોતાના જીવનમાં એક વખત આ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. જમીન, બેડ, પિલો, બાથરૂમ ડ્રેન દરેક જગ્યાએ વાળના ગુચ્છા જોવા મળે છે. એક સારું હેર કેર રૂટીન વાળ ખરવાની સમસ્યાથી બચાવે છે. તેથી હેરફોલ મેનેજ કરવા માટે આ સ્ટેપને ફોલો કરો.

હેર ઓઈલિંગ

વાળમાં તેલથી માલિશ કરવાથી સ્કેલ્પના બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે. હેર ફોલિકલને પોષણ મળે છે જેનાથી હેરફોલ ઓછો થાય છે. નારિયેળ, કેસ્ટર ઓયલ અથવા પછી ઓલિવ ઓયલને થોડુંને હુંફાળું કરીને માલિશ કરવી. શેમ્પુ કરવાના 30 મિનિટ પહેલા માલિશ કરવી અને ઓયલિંગ પછી વાળને શાવર કેપ અથવા ટોવેલથી લપેટીને રાખો.

શેમ્પુ

ઓયલિંગના અડધા કલાક પછી તમારા વાળમાં શેમ્યુ લગાવો. ધ્યાન રાખવું કે તેમાં સલ્ફેટ ન હોય. ગરમ પાણીથી વાળને ન ધોવા. ઠંડાં પાણીથી માથુ ન ધોવું હોય તો પાણીને થોડું ગરમ કરીને ઉપયોગ કરો કેમ કે ગરમ પાણીથી વાળ કમજોર થઈ જાય છે અને નેચરલ ઓયલ પણ ઓછું થઈ જાય છે જેનાથી વાળ તૂટવાની સંભાવના વધી જાય છે.

વધુ વાંચોઃ- બંને હથેળી રગડવાથી મળશે ગજબના ફાયદા, જાણી તમે પણ લાગશો હાથને ઘસવા

કન્ડિશનિંગ

આ એક એવું સ્ટેપ છે જેને હંમેશાં લોકો ભૂલી જાય છે અથવા નજરઅંદાજ કરે છે. પરંતુ આ એક મહત્વપૂર્ણ સ્ટેપ છે. તે વાળને પોષણ આપે છે જેનાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થઈ જાય છે.

વાળ ખરવા

માથુ ધોયા પછી વાળમાં કાંસકો ન ફેરવવો. તેનાથી વાળ તૂટવાની સંભાવના રહે છે. થોડા સૂકાય થાય પછી મોટા દાંતવાળા કાંસકો માથામાં ફેરવવો. હળવાથી હાથેથી વાળની ગુંચ કાઢવી.

હેરસ્ટાઈલનું ધ્યાન રાખવું

વાળ સૂકાય જાય પછી વાળની હેરસ્ટાઈલનું ધ્યાન રાખવું. વધારે ઢીલો ચોટલો કે ટાઈટ ચોટલો ન બાંધવો જોઈએ. એકદમ નોર્મલ ચોટી બનાવવી અથવા એક નાનુ ક્લચ ભરાવી દેવું.

સંકળાયેલા મુદ્દાઓ

beauty tips hair care hair fall
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ