બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / farooq abdullahs detention extended by 3 months

જમ્મૂ કાશ્મીર / ફારુખ અબ્દુલ્લા વધુ 3 મહીના કસ્ટડીમાં રહેશે, 17 સપ્ટેમ્બરથી છે નજરબંધ

Mehul

Last Updated: 06:22 PM, 14 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મૂ કાશ્મીરના પૂર્વ સીએમ અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુખ અબ્દુલ્લાની કસ્ટડી શનિવારે ત્રણ મહીના માટે વધારવામાં આવી છે. તેઓ 5 ઓગસ્ટથી કસ્ટડીમાં છે. અધિકારીઓએ જણાવ્યું કે, તેઓ પોતાના ઘરે જ રહેશે, જેને સબ-જેલ જાહેર કરવામાં આવી છે.

  • નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુખ અબ્દુલ્લાની કસ્ટડી ત્રણ મહીના માટે વધારવામાં આવી
  • ફારુખની વિરુદ્ધ 17 સપ્ટેમ્બરે પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) લગાવી દેવાયો હતો
  • ફારુખ પર પબ્લિક સેફ્ટી એક્ટના પબ્લિક ઓર્ડર જોગવાઇ હેઠળ કેસ કરાયો છે

નોંધનીય છે કે, જમ્મૂ કાશ્મીરથી આર્ટિકલ 370ની એ જોગવાઇઓને હટાવી દેવામાં આવી છે, જે હેઠળ તેને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. તેની સાથે જ તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મૂ કાશ્મીર અને લદ્દાખમાં પણ વિભાજીત કરી દેવાયા છે. 

સુપ્રીમ કોર્ટમાં એમડીએમકે નેતા વાઇકોએ અરજી દાખલ કરી આરોપ લગાવ્યો હતો કે ફારુખને ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. તેના કેટલાક કલાકો પહેલા ફારુખની વિરુદ્ધ 17 સપ્ટેમ્બરે પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) લગાવી દેવાયો હતો. 

નેશનલ કોન્ફરન્સના ચેરમેનને પીએસએના પબ્લિક ઓર્ડર જોગવાઇ હેઠળ કેસ દાખલ કરાયો છે. જે હેઠળ કોઇપણ વ્યક્તિને વિના સુનાવણીએ ત્રણથી છ મહીના માટે જેલમાં રાખી શકાય છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Farooq Abdullah National Conference National News jammu kashmir ગુજરાતી ન્યૂઝ ફારુખ અબ્દુલ્લા jammu kashmir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ