બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / farooq abdullah says allah has sent lord ram

સર્વ ધર્મ સમભાવ / 'મુસલમાન હોય કે ઈસાઈ, અમેરિકન હોય કે રશિયન... ભગવાન રામ બધાના છે' ફારુક અબ્દુલાનું મોટું નિવેદન

Hiralal

Last Updated: 10:40 PM, 23 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ કોન્ફરન્સના સુપ્રીમો ફારુક અબ્દુલાએ ભગવાન રામને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.

  • દેશના મોટા મુસ્લિમ નેતાનું ભગવાન રામને લઈને નિવેદન
  • નેશનલ કોન્ફરન્સના સુપ્રીમો ફારુક અબ્દુલાની ટીપ્પણી
  • અલ્લાહે ભગવાન રામને મોકલ્યાં છે 
  • રામ બધાના ભગવાન છે 

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ ભગવાન રામને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભગવાન રામને અલ્લાહે મોકલ્યા છે. ભગવાન રામ માત્ર હિન્દુઓના ભગવાન નથી. તેવું તમારા મગજમાંથી કાઢી નાખો. ભગવાન રામ દરેકના છે, પછી તે મુસ્લિમ હોય કે ખ્રિસ્તી, અમેરિકન હોય કે રશિયન... તેઓ દરેકના છે.ઉધમપુરમાં એક રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું કે જે રીતે અલ્લાહ બધાના ભગવાન છે, માત્ર મુસ્લિમો જ નહીં, ભગવાન રામ પણ બધાના ભગવાન છે. રામના ઉપાસક બનીને તમારી સામે આવતા આ લોકો રામને વેચવા માંગે છે. તેઓ બેવકુફ લોકો છે. તેમને રામ પ્રત્યે પ્રેમ નથી, તેઓ માત્ર સરકારને પ્રેમ કરે છે. 

ચૂંટણી આવશે એટલે રામ મંદિરનું ઉદ્ધાટન થશે 
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ પણ ચૂંટણીની જાહેરાતને લઈને ભારતીય જનતા પાર્ટી પર હુમલો કર્યો હતો. "મને લાગે છે કે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીઓ જાહેર થશે, ત્યારે તેઓ સામાન્ય લોકોનું ધ્યાન ભટકાવવા માટે રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. તેમણે કહ્યું કે રામ દરેકના છે. તેઓ રામને વેચવા માંગે છે પરંતુ તેઓ રામને પ્રેમ કરતા નથી. તેઓ કોઈપણ કિંમતે સત્તામાં રહેવા માંગે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Farooq Abdullah farooq abdullah news farooq abdullah
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ