બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / farooq abdullah article 370 modi government Amit shah Statement

J&K / ફારૂક અબ્દુલ્લાનું નિવેદન- અમે લોકો પથ્થરબાજ નથી, 370 મુદ્દે કોર્ટમાં જશું

vtvAdmin

Last Updated: 05:39 PM, 6 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ 370 ખતમ કરાઈ છે. તો બીજી તરફ જમ્મૂ-કશ્મીરમાં સેનાને એલર્ટ રાખવામાં આવી છે. ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોટા ભાગના કશ્મીરના નેતાઓને નજર કેદ કરાયા છે. ત્યારે જમ્મૂ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ મીડિયા સાથે વાત કરતા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું.

ઉલ્લેખનીય છે કે, ભાવુક થઈ મીડિયા સાથે વાત કરતા ફારૂક અબ્દુલ્લાએ કર્યું કે, કમલ 370 હટાવવાનો નિર્ણય અલોકતાંત્રિક છે. લોકોને જેલમાં નાંખવામાં આવી રહ્યા છે. મારા દિકરાને જેલમાં બંધ કરી દેવામાં આવ્યો છે. મને ખુદને ઘરની બહાર નથી નિકળવા દેવામાં આવતો. પરંતુ અમે હિંમત નથી હારવાના. અમે કોઈ પથ્થરબાજ નથી. કમલ 370ને લઈને અમે કોર્ટ જઈશું. કાયદાકીય લડત લડીશું.

આપને જણાવી દઇએ કે, આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું હતું કે, પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા ન તો કસ્ટડીમાં છે ન તો તેમની ધરપકડ કરાઈ છે. અમિત શાહે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે એનસીપીના સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું કે અબ્દુલ્લા તેમની બરાબર બેસે છે. તે આજે ગૃહમાં હાજર નથી. તેનો અવાજ સંભળાઈ રહ્યો નથી.

શાહે કહ્યું, 'તેઓની અટકાયત કરવામાં આવી નથી કે ધરપકડ પણ કરવામાં આવી નથી. તે પોતાની સ્વતંત્ર ઇચ્છાના કારણ ઘરે રહ્યા છે. જ્યારે સુપ્રિયાએ કહ્યું કે શું અબ્દુલ્લા અસ્વાસ્થ્ય છે કે નહીં, શાહે કહ્યું કે તે ડોકટરો ઉપર છે. હું ઇલાજ તો કરી શકતો નથી. તમામ ડોકટરોના હાથમાં છે. કલમ 370 ને હટાવ્યા અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ તરીકે બે કેન્દ્રશાસિત પ્રદેશોની રચના અંગે લોકસભામાં ઉગ્ર ચર્ચા થઈ હતી.

મમતા બેનર્જીએ કર્યો વિરોધ

મમતા બેનર્જીએ કલમ 370 હટાવાને લઇ વિરોધ કર્યો છે. મમતા બેનર્જીએ સર્વદળીય બેઠક બોલાવાની માગ કરી છે. મમતા બેનર્જીએ આ બિલને ગેરબંધારણીય ગણાવ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું કે, બિલનું સમર્થન નહીં કરીએ. સરકારે લોકતાંત્રિક પ્રક્રિયાથી કામ નથી કર્યું. 370 પર સર્વદળીય બેઠક બોલાવી જોઇતી હતી. ઉપરાંત મમતા બેનર્જીએ કહ્યું કે, કશ્મીરમાં જે નેતાઓ જેલમાં છે તેમને છોડી દેવામાં આવે.

સંકળાયેલા મુદ્દાઓ

Article 370 Scrapped Article 370 revoked Farooq Abdullah article 370 jammu kashmir JAMMU-KASHMIR
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ