બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આવા રિંગણની ખેતી તમને ફટાફટ બનાવશે ધનવાન, જાણો કઈ પ્રજાતિ છે બેસ્ટ
Last Updated: 06:18 PM, 25 July 2024
રિંગણ, આ નામ સાંભળતા જ મને તો ઉબકા આવી જાય છે. રિંગણનું શાક મને ભાવતું નથી, પણ હમણાં જ મને રિંગણ વિશે એક એવી વાત ખબર પડી છે, જે જાણીને તમને પણ મજા આવશે. શાક ભલે ન ભાવતું હોય, પરંતુ ખેતરમાં ઉગતા રિંગણ તમને પૈસાદાર બનાવી શકે છે. આમ તો રિંગણ શાકભાજીનો રાજા કહેવામાં આવે છે, અને તેના ઘણા શાક સારાય બને છે. વળી વૈજ્ઞાનિક રીતે રિંગણ આયુષ્ય લંબાવે છે. જો ખેડૂતો રિંગણની ખેતી કરે તો ઓછા મોટો નફો મેળવી શકે છે. અત્યારે જુલાઇ મહિનો ચાલી રહ્યો છે, જો આ સિઝનમાં ખેડૂતો વહેલી વાવણી કરીને વધારે વળતર મેળવવા ઇચ્છતા હોય તો રિંગણની ત્રણ ખાસ જાત છે, જેની ખેતી કરવી જોઈએ.
ADVERTISEMENT
કૃષિ ક્ષેત્રના એક્સપર્ટ નું કહેવું છે કે વરસાદની સિઝન ખૂબ ઓછી આવકવાળી હોય છે કેમ કે આ સિઝનમાં ખૂબ ઓછા પાક થાય છે. પણ અમુક શાકભાજી એવા છે, જે વાવીને વરસાદની સિઝનમાં પણ મોટા પ્રમાણમાં નફો મેળવી શકાય છે.
ADVERTISEMENT
ખેતીના અનુભવી તજજ્ઞો જણાવે છે કે રીંગણની ઘણી પ્રજાતિ એવી છે, જે વરસાદની સિઝનમાં થઈ શકે છે અને તે બજારમાં સરળતાથી મળી રહે છે. એ રિંગણની પ્રજાતિમાંની એક છે, પીપીસી પ્રજાતિનુ રિંગણ, જેની ખેતી કરીને ખેડૂતો મોટા પ્રમાણમાં વળતર મેળવી શકે છે. આ પ્રજાતિની ખાસિયત એ છે કે આ રિંગણમાં કાંટા નથી જોવા મળતા અને આ પ્રજાતિનો છોડ 25 થી 30 સેન્ટિમીટર લાંબો થાય છે. પીપીસી પ્રજાતિના રિંગણની એક ખાસ વાત એ છે કે વાવ્યાના 60 થી 65 દિવસમાં જ તેમાં રિંગણ આવવાના શરૂ થઈ જાય છે.
રિંગણની બીજી પ્રજાતિ પુસા ક્રાંતિ છે. ખેડૂત પુસા ક્રાંતિ પ્રજાતિના રિંગણની પણ ખેતી કરી શકે છે. જો તમે પુસા ક્રાંતિ પ્રજાતિના રિંગણની ખેતી કરો છે તો વરસાદની સિઝનમાં મોટું વળતર મેળવી શકો છો. આ પ્રજાતિના રિંગણનો છોડ 15 થી 20 સેન્ટિમીટર લાંબો થાય છે.
રિંગણની સ્વર્ણ શક્તિ જાત પણ ખેતી માટે ઉચ્ચ પ્રજાતિ માનવામાં આવે છે. આ પ્રજાતિના રિંગણ વજનમાં લગભગ 100 થી 200 ગ્રામ અને દર હેક્ટરે 700 થી 750 ક્વિન્ટલનું ઉત્પાદન આપે છે. સ્વર્ણ શક્તિ પ્રજાતિ વાવેતરના 55 દિવસ પછીથી જ ઉત્પાદન આપવાનું ચાલુ કરી દે છે. બીજી એક પર્પલ ક્લસ્ટર જાતિ અને પુસા શ્યામલા પ્રજાતિની ખેતી જુલાઇ મહિનામાં ખૂબ સારું વળતર આપે છે.
વધુ વાંચો: મરણનો દાખલો કઢાવવો છે? તો આ રીતે કરી શકશો ઓનલાઇન-ઓફલાઇન અરજી, જોઇશે આ ડોક્યુમેન્ટ્સ
કૃષિ નિષ્ણાતો જણાવે છે કે જુલાઇ મહિનામાં રીંગણની ખેતી કરવા વાળા ખેડૂતોએ એવી જમીન પસંદ કરવી કે જ્યાં પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે. આવી જમીન પહેલા તો હાંકીને ઓર્ગેનીક ખાતર ભરી દેવું, પછી પંક્તિવાર બીજ રોપી દેવા. તમે જો આ જુલાઇમાં રિંગણની વાવણી કરો છો તો સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં તમારી આવક શરૂ થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.