બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:12 PM, 17 July 2024
શું તમારી પાસે ખાલી જમીન પડેલી છે. જો તમારો જવાબ હાં છે તો આ માહિતી તમારા માટે ઘણી મદદરૂપ થશે. તમને થતું હશે કે કેવી રીતે ખાલી પડેલ જમીના ઉપયોગથી સારી આવકનો સ્ત્રોત ઉભો થાય? અને પર્યાવરણને પણ ઘણો ફાયદો થાય.
ADVERTISEMENT
કેવી રીતે ઝાડ વાવી આવક ઊભી કરી શકાય?
ADVERTISEMENT
ખાલી પડેલ જમીનમાં તમે વિવિધ પ્રકારના વૃક્ષોના ઉછેર કરીને આવક ઉભી કરી શકો છો. જેમાં તમારી જમીનની ગુણવત્તા અનુસાર વૃક્ષોની પસંદગી કરી શકો છો. ઉપરાંત વૃક્ષની ગુણવત્તા, માટી અને પાણીનું પ્રમાણ આ કાર્ય માટે આધારભુત છે. બજારમાં સોપારીની માંગ હમેંશા રહે છે. જેનો સારો ભાવ પણે મળી રહે છે. ઉપરાંત લીમડાના ઝાડ ઔષધિય ગુણોથી ભરેલા હોવાથી તેનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરવામાં આવે છે. સાગની લાકડીનો ઉપયોગ ફર્નિચરને લગતા કામોમાં કરવામાં આવે છે. વાંસનો પણ ઉપયોગ વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત તમે કેરી, નારિયેલ, જામફળી પણ ઉગાડી શકો છો.
શરૂઆતમાં શું કરવું જોઈએ?
સૌપ્રથમ તમે તમારી જમીનને ઝાડની ખેતી માટે અનુરૂપ બનાવો, કયું ખાતર અને મટીરીયલ ઝાડની ખેતી માટે યોગ્ય છે તેની જાણકારી મેળવો. જે તમામ વસ્તુઓની ખાતરી કર્યા બાદ અનુરૂપ ઋતુમાં ઝાડને વાવો. જેમાં નિયમિતરૂપે ઝાડને ખાતર, પાણી આપી તેની જાળવણી કરો. અને વિવિધ ઋતુને અનુરૂપ ઝાડને જરૂરી વસ્તુઓ ખાતર-પાણી પુરા પાડો. આ દરમ્યાન ઝાડને ખતરનાક અને નુકસાનકારક જીવાણુંથી બચવા માટે યોગ્ય સાર સંભાળ રાખો.
જાત મહેનત જિંદાબાદનું મળશે ફળ
વૃક્ષો વિવિધ રૂપે ફાયદા અને લાભ આપતા હોય છે. આવકનો સ્ત્રોત બની શકે છે, પર્યાવરણને સ્વચ્છ કરવામાં સૌથી વધારે ફાળો વૃક્ષો આપે છે, લાકડા આપે છે. આ ઉપરાંત ખોરાક માટે સ્વાદિષ્ટ ફળો અને થાક ઉતારવા માટે છાંયડો આપે છે. સરકારની ઘણી બધી યોજનાઓ છે જે વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહિત કરે છે. ત્યારે આ તમામ યોજનાઓ સાથે છોડ, ખાતરનો ફાયદો પણ મળતો હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.