બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Farmers worried, unseasonal rains likely to cause severe damage to summer crops

માવઠાની મોકાણ / ખેડૂતો પર છવાયા ચિંતાના વાદળ, અહીં કમોસમી વરસાદથી ઉનાળુ પાકમાં મોટું નુકસાન થવાની શક્યતા

Priyakant

Last Updated: 12:09 PM, 7 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતો ચિંતામાં

  • સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ
  • કમોસમી વરસાદ થવાથી ઉનાળુ પાકને થઇ શકે નુકસાન 
  • મગ, તલ, સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાનની સંભાવના

સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. જેને લઈ જગતના તાત ભારે ચિંતામાં જોવા મળી રહ્યા છે. એક તરફ ખાતર-બિયારણના ભાવની કંટાળેલા ખેડૂતને હવે જો કૃષિપાક ફળે તો કઈક થાય. જોકે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા હવે કૃષિપાકોને નુકશાનની ભીતિ સર્જાઇ છે. 

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ખેડૂતોને કમોસમી વરસાદને લઇ મગ, તલ, કેરી સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે. નોંધનીય છે કે, સૌરાષ્ટ્રમાં આ વર્ષે ઉનાળુ તલનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષ કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન બન્યા છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયા બાડ કદાચ વરસાદ પડી શકે છે. જો હવે વરસાદ આવે તો ખેડૂતો માંડ તૈયાર થવાને આરે આવેલો પાકને મોટું નુકશાન પહોંચી શકે છે. આ વર્ષે સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ઉનાળુ તલનું વાવેતર કરવામાં આવ્યું છે. જેથી કમોસમી વરસાદ થવાથી પાક નિષ્ફળ જવાની સંભાવના સેવાઈ રહી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ