બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers worried as meteorological department predicts unseasonal rain in April

આગાહી / ગુજરાતના ખેડૂતો પર ફરી માવઠાનું સંકટ: 4-5 એપ્રિલે રાજ્યના આ વિસ્તારો પર મેઘરાજા ત્રાટકશે, તાપમાનમાં વધારો ક્યારે?

Malay

Last Updated: 08:36 AM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Unseasonal rain forecast in Gujarat: ઉનાળો શરૂ થયો છતાં કમોસમી વરસાદ ગુજરાતનો પીછો છોડતો નથી. હવામાન વિભાગ હજુ બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતોના માથે ફરી ચિંતાના વાદળો ઘેરાયા છે.

 

  • રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
  • ફરી કમોસમી વરસાદની આગાહી
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગાહી

દેશના કેટલાય રાજ્યોમાં હવામાન ફરી એક વખત પલટાઈ રહ્યું છે. દેશના કેટલાય રાજ્યોમાં એપ્રિલ માસની શરૂઆત ગરમીથી નહીં, પરંતુ વરસાદથી થઈ છે. ત્યારે હવામાન વિભાગે એપ્રિલમાં પણ કમોસમી કમઠાણની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યના કેટલાક વિસ્તારોમાં 4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદ વરસી શકે છે. 

VTV Gujarati News and Beyond on Twitter: "Gujarat: રાજ્યમાં હજુ 24 કલાક  સુધી થશે કમોસમી વરસાદ, સોરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની  આગાહી, ખેતરોમાં ...

જગતનો તાત ચિંતામાં
હવામાન વિભાગ દ્વારા ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે.  વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આગામી 4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ જણાવ્યા અનુસાર, 4 એપ્રિલે કચ્છમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. 5 એપ્રિલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરતા જગતનો તાત ચિંતામાં મૂકાયા છે. 

VTV Gujarati News and Beyond on Twitter: "કડકડતી ઠંડી વચ્ચે રાજ્યમાં નોંધાઈ  શકે છે કમોસમી વરસાદ, 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં  વરસાદની ...

3 દિવસ બાદ વધશે ગરમી
આગામી 3 દિવસ બાદ ગરમીમાં વધારો થશે અને મોટાભાગના શહેરોમાં તાપમાન 35 ડિગ્રીથી વધુ નોંધાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. હજુ પણ 2થી 4 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે. આગાહીને ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે, ભર ઉનાળે ચોમાસોનો માહોલ ફરી એકવાર જોવા મળશે.

VTV Gujarati News and Beyond on Twitter: "આગાહી | ગુજરાતના વિવધ વિસ્તારોમાં  માવઠાની શક્યતા: 4 માર્ચથી 8 માર્ચ સુધી માવઠાની આગાહી, માર્ચ માસમાં ગરમીનો  પારો ...

થોડા દિવસ અગાઉ પણ ખાબક્યો હતો કમોસમી વરસાદ 
થોડા સમય પહેલા રાજ્યના કેટલાક જિલ્લાઓના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો જેના કારણે ખેતીમાં ભારે નુકસાન થયું છે. આમ ભરઉનાળે વરસાદ ખાબકતા ઘઉં સહિતના પાકનો શોથ વળી ગયો હતો. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની અસર માંડ પૂરી થઈ જેની કળ હજુ વળી નથી ત્યાં ફરી વધુ એક વખત રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો મુંજાયા છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Farmers worried Meteorological Department unseasonal Rain in Gujarat unseasonal rain forecast કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ Unseasonal rain in Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ