બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / farmers will go to ghazipur border

આંદોલન / ફરી ગાજીપુર બોર્ડર પર જ મોટા નવા-જૂની કરવાની તૈયારીમાં ખેડૂતો! કર્યુ એવું એલાન કે સરકારનું ટેન્શન વધશે

Last Updated: 04:58 PM, 24 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂતોએ ગાઝીપૂર બોર્ડર પર ફરી આંદોલનની તૈયારી શરૂ કરી દીધી છે. બીજી બાજુ સહારનપૂરના ખેડૂતો દ્વારા ટ્રેક્ટર યાત્રા શરૂ કરી દીધી છે. આ સાથે સાથે મુજફફરનગર અને મેરઠથી પણ હજારો ખેડૂતો રવાના થશે.

  • સહારનપૂરના ખેડૂતો દ્વારા ટ્રેક્ટર યાત્રા શરૂ 
  • કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે નવા કાયદાને પરત લેવાની મનાઈ કરી
  • ટિકૈતે કેન્દ્રને આંદોલનને વેગ આપવાની ચેતવણી પણ આપી


સહારનપૂરના ખેડૂતો દ્વારા ટ્રેક્ટર યાત્રા શરૂ 
સહારાનપુરના નાગલના પ્રદેશ ઉપાધ્યક્ષ ચૌધરી વિનય કુમારના નેતૃત્વમાં કિસાન ટ્રેક્ટર યાત્રા શરૂ કરી દીધી છે. નારા લગાવીને તેમણે આ રેલીની શરૂઆત કરી. ખેડૂતો અને મુઝફ્ફરનગર અને મેરઠના માર્ગે ગાજીપૂર બોર્ડર સુધી જશે. આ દરમિયાન પોલીસ પ્રશાસન પણ એલર્ટ રહ્યું, અને આ  અવસર પર પોલીસકર્મીઓને પણ હાજર રાખવામાં આવ્યા હતા. 

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે નવા કાયદાને પરત લેવાની મનાઈ કરી
ખેડૂત આંદોલન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૌધરી નરેશ ટિકૈતે કહ્યું કે ભાજપ સરકાર ભાજપ વિરોધી છે. સરકાર જે કહે છે અને જે અમલ કરે છે તેમાં જમીન આકાશનો ફરક છે. આજ કારણ છે કે સાત મહિનાથી આંદોલન કરનાર ખેડૂતોની વાત સરકાર સાંભળી જ નથી રહી. આ વાત તેમણે ગુરુવારે યુનિયનના મંડળ ઉપાધ્યક્ષ સુરેન્દ્ર સિંહે નલહેડા ગામમાં યોજેલ પત્રકાર પરિષદમાં કરી હતી. સરકારે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે શુક્રવારે 3 નવા કાયદાને પરત લેવાની મનાઈ કરી છે અને સાથે કહ્યું છે કે સરકાર આ મુદ્દે વાતચીત કરવા માટે અડધી રાતે પણ તૈયાર છે. 


ખેડૂત આંદોલનને હવે 7 મહિના પૂરા થશે
રાકેશ ટિકૈતે રવિવારે ટ્વિટ કરીને લખ્યું છે કે હવે સરકરાનો ઈલાજ કરવો પડશે તે માનવા વાળી નથી. તેઓએ સાથે ખેડૂતોને ટ્રેક્ટર તૈયાર રાખવાનું પણ કહ્યું છે. જેથી ફરીથી દિલ્હી કૂચ કરી શકાય. ટિકૈતે કેન્દ્રને આંદોલનને વેગ આપવાની ચેતવણી પણ આપી દીધી છે. લગભગ 40 ખેડૂત સંગઠનો કૃષિ કાયદાને રદ્દ કરવા માટે પ્રદર્શન કરી રહ્યા છે. આ આંદોલનને 26 જૂને 7 મહિના પૂરા થવા જઈ રહ્યા છે. આ દિવસે દિલ્હીના ગાઝીપુર, ટિકરી, સિંધુ બોર્ડર પર 26 નવમ્બરે ધરણા કરશે. તેમની માંગ છે કે કેન્દર સરકાર 3 નવા કૃષિ કાયદાને રદ્દ કરે અને સાથે જ ન્યૂનતમ સમર્થન મૂલ્યની કાયદાની ગેરંટી આપે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Kisan Andolan naresh tikait rakesh tikait કિસાન આંદોલન રાકેશ ટિકૈત rakesh tikait
ParthB
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ