બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / ખેડૂતોને મળશે પોષણક્ષણ ભાવ, સરકાર હટાવી શકે છે ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ

બિઝનેસ / ખેડૂતોને મળશે પોષણક્ષણ ભાવ, સરકાર હટાવી શકે છે ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ

Last Updated: 07:29 PM, 6 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ચોખાની અછત સંબંધિત ચિંતાઓ દૂર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં સરકાર પ્રતિબંધ હટાવે તે જરૂરી છે.

મોંઘવારી પર અંકુશ મેળવવા માટે ભારત સરકારે લાંબા સમયથી બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ આ વર્ષે સારા વરસાદને જોતા સરકાર આ પ્રતિબંધ હટાવે તેવી આશા રાખી શકાય. આ સાથે ડાંગરના ખેડૂતોને પણ સારા ભાવ મળવાની આશા છે.

દેશમાં ડાંગરના નીચા ઉત્પાદન અને અનાજના ભાવને અંકુશમાં લેવા માટે ભારત સરકારે ગયા વર્ષે બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધની અસર દુબઈ, કુવૈત અને અન્ય ખાડી દેશો તેમજ અમેરિકામાં જોવા મળી હતી. પરંતુ હવે સરકાર ટૂંક સમયમાં આ પ્રતિબંધ હટાવી શકે છે, જેનાથી આગામી દિવસોમાં ખેડૂતોને તેમના પાક માટે સારા ભાવ પણ મળી શકે છે.

rice1.jpg

ભારતમાં આ વર્ષે પૂરતો વરસાદ થયો છે. જેના કારણે ડાંગરની સારી ઉપજની અપેક્ષા છે. બીજી તરફ સરકાર પાસે પણ ચોખાનો પૂરતો બફર સ્ટોક છે. તેનાથી દેશમાં ચોખાની અછત સંબંધિત ચિંતાઓ દૂર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં સરકાર પ્રતિબંધ હટાવે તે જરૂરી છે.

નીતિ આયોગ તરફથી મળેલા સંકેતો

નીતિ આયોગના સભ્ય રમેશ ચંદનું કહેવું છે કે બફર સ્ટોકની સ્થિતિ સારી છે. પૂરતા વરસાદને કારણે ડાંગરનો પાક સારો થવાની ધારણા છે. આવી સ્થિતિમાં સરકાર આ વર્ષે બિન-બાસમતી ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી શકે છે.

Website_Ad_1_1200_1200.width-800

મિંટએ તેમના હવાલાથી કહ્યું, “હું માનું છું કે ચોખાના પુરવઠા અંગે ચિંતા કરવાની જરૂર નથી. જો સરકાર આ સમયે ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવે તો પણ ચોખાનો મોટો જથ્થો દેશની બહાર નહીં જાય. "આનાથી ચોખાના ભાવને માત્ર સ્થાનિક જ નહીં, વિદેશમાં પણ નરમ રાખવામાં મદદ મળશે."

વધું વાંચોઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ કેટલા સુરક્ષિત? એસ.જયશંકરે સંસદમાં પડોશી દેશની સ્થિતિ પર આપી જાણકારી

પ્રતિબંધની સાથે લાગે છે વધારાનો ટેક્સ

હાલમાં દેશમાં બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ છે. સરકારે ઉસના (પારબોઈલ્ડ રાઈસ)ની નિકાસ પર 20 ટકા ડ્યુટી લાદી છે. આ વર્ષે ખરીફ વાવણીમાં 14 ટકાનો વધારો થયો છે. આ વર્ષે દેશભરમાં 27.7 લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર થયું છે. જેના કારણે પાકની ઉપજ સારી રહેવાની આશા છે. જો સરકાર ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવે છે, તો નિકાસકારોની માંગમાં વધારો થવાને કારણે ખેડૂતોને પાકના સારા ભાવ મળવાની અપેક્ષા છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

business Agriculture News Rice Export Ban
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ