પોલીસ કમિશનરે કહ્યું કે ગઈકાલે ખેડૂતોએ પોલીસ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતા પોલીસ બેરિકેડ તોડી નાખ્યા હતા. આ સમયગાળા દરમિયાન ઘાયલ થયેલા કેટલાક પોલીસકર્મીઓ હજી પણ આઈસીયુમાં છે. તો સાથે એવું પણ જણાવ્યું કે, આ ઉપદ્રવીઓ સામે એક્શન લેવાશે.
સતનામસિંહ પન્નુએ આપ્યું ભડકાઉ ભાષણ
દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું કે દર્શનપાલસિંહે પણ આ માર્ગને અનુસર્યો ન હતો. ઉગ્ર થયેલા લોકોને આગળ કરવામાં આવ્યા હતા. સતનામસિંહ પન્નુએ મુકરબા ચોકમાં ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. તેમણે આગળના અવરોધ તોડીને આગળ વધવા હાકલ કરી. આ ઉપદ્રવ આ પછી જ શરૂ થયો હતો.
રેલી અંગે 2 જાન્યુઆરીએ પોલીસને ખબર પડી
દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું કે 2 જાન્યુઆરીએ પોલીસને ખબર પડી કે ખેડૂત 26 મીએ ટ્રેક્ટર રેલી યોજવા જઇ રહ્યો છે. અમે ખેડૂતોને કુંડલી, માનેસર, પલવાલ ખાતે ટ્રેક્ટર માર્ચ કાઢવા જણાવ્યું હતું. પરંતુ ખેડૂતો દિલ્હીમાં જ ટ્રેક્ટર રેલી યોજવા માટે મક્કમ હતા
નક્કી કરેલી રૂટ પર ન યોજાઇ રેલી
ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસા મામલે દિલ્હી પોલીસ કમિશનર એસ.એન.શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ખેડૂતોએ રેલી પહેલા ભડકાઉ ભાષણ કર્યું હતું. આ સાથે જ નિયત રૂટને અવગણીને અસમાજિક તત્વોને આગળ કર્યા.
દિલ્હી પોલીસ કમિશ્નરે કહ્યું હતું દિલ્હીની પ્રજાના હિતમાં ખેડૂતોની રેલીને શરતી પરવાનગી અપાઈ હતી જેમાં કેટલીક શરતો અને નિયમો નક્કી કરાયા હતા. તેમને લેખિતમાં જણાવાયું હતું કે રેલી 12 થી 5 વાગ્યા સુધી યોજી શકાશે અને ખેડૂત નેતાઓ દ્વારા આગેવાની થશે.
પોલીસ કમિશનરની પ્રેસ કોન્ફરન્સના અગત્યના મુદ્દા
રેલીમાં અસામાજિક તત્વોને આગળ કર્યા
દર્શન પાલે રૂટનો નિયમ તોડ્યો
મંચથી ભડકાઉ ભાષણ કરાયું
ખેડૂતોએ નિયત રૂટને અવગણ્યો
કેટલીક શરતો સાથે રેલી ને મંજૂરી અપાઇ હતી
હથિયાર ન લાવવાની શરત હતી છતા લાવ્યા
દિલ્હી પોલીસે સંયમ રાખ્યો
સતનામ પન્નુએ ભડકાઉ ભાષણ કર્યું
દિલ્હી પોલીસ જાહેર કર્યો વીડિયો
તેમણે એમ પણ જણાવ્યું હતું ખેડૂતોને લેખિતમાં પણ જણાવાયું હતું કે રેલીમાં 5000થી વધુ ટ્રેક્ટર્સ ન હોવા જોઈએ. ઉપરાંત કોઈની પણ પાસે હથિયાર પણ ન હોવા જોઈએ.