Farmers' tension is not over yet. Even today in this district of Saurashtra Meghadambar, scenes of desolation due to torrential rains
ખેડૂતોમાં ચિંતા /
ખેડૂતોનું ટેન્શન હજુ ટળ્યું નથી.! સૌરાષ્ટ્રના આ જિલ્લામાં આજે પણ મેઘાડંબર, મુશળધાર વરસાદથી તારાજીના દ્રશ્યો
Team VTV05:21 PM, 23 Mar 23
| Updated: 07:18 PM, 23 Mar 23
સૌરાષ્ટ્ર પંથકનાં અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાનો ચાલુ છે. જેનાથી પાકમાં ભારે નુકશાન થવાનીં ભીતી સેવાઈ રહી છે. કમોસમી વરસાદનાં કારણે ખેતરમાં ઉભા પાકને ભારે નુકશાન પહોંચ્યું છે.
ભાવનગરના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો
શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો
સતત પડી રહેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતા
સતત પડી રહેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતા
ભાવનગરના વાતાવરણાં આજે બપોરનાં સુમારે અચાનક પલ્ટો આવવા પામ્યો હતો. ત્યારે શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. સતત પડી રહેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. કમોસમી વરસાદને લઈ તૈયાર થયેલ પાકને નુકશાનનીં ભીંતી સેવાઈ રહી છે.
જીરું,ઘઉં સહિતના પાકને નુકસાન થવાની ભીતિ
જૂનાગઢનાં નાગઢનાં મેંદરડામાં કમોસમી વરસાદ વરસવા પામ્યો છે. મેંદરડામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવા પામ્યો છે. જીરું,ઘઉં સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે. કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતામાં મુકાયો.
વીજપડી, ચીખલી, ખડસલીમાં કમોસમી વરસાદ
અમરેલીમાં સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસાદ પડવા પામ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તાર વીજપડી, ચીખલી, ખડસલીમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોનો મોટાભાગનો પાક નિષ્ફળ ગયો છે.
ભારે પવન સાથે વરસ્યો કમોસમી વરસાદ
જામનગર શહેરનાં વાતારવણમાં અચાનક પલ્ટો આવ્યો છે. ત્યારે વાદળછાંયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસવા પામ્યો છે. ભારે પવન સાથે વરસ્યો કમોસમી વરસાદ પડ્યો છે. ભર ઉનાળે વરસાદ પડ્તા શહેરીજનોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે.