Farmers still reject the government's proposal on agricultural law, despite the stalemate between farmers and the government.
આંદોલન /
ખેડૂતો અને સરકાર વચ્ચેની મડાગાંઠ યથાવત, કૃષિ કાયદા પર સરકારના આ પ્રસ્તાવને પણ ફગાવી દેવાયો
Team VTV06:44 PM, 20 Jan 21
| Updated: 07:04 PM, 20 Jan 21
મોદી સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 10માં રાઉન્ડની વાતચીત પૂર્ણ થઈ ગઈ હતી, મહત્વનું છે કે આજે મોદી સરકાર તરફથી નવા કૃષિ કાયદાઓના અમલને અસ્થાયી સમય માટે રોકવાને લઇને ખેડૂત સંગઠનોને પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો, જો કે ખેડૂત સંગઠનો સરકારના આ પ્રસ્થાવ પર પણ રાજી થયા નહોતા અને આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો.
સરકાર અને ખેડૂતો વચ્ચે આજની વાતચીત પૂર્ણ
ખેડૂતોએ વધુ એક વાર સરકારના પ્રસ્તાવને ફગાવ્યો
સરકારએ બે વર્ષ સુધી કાયદાનો અમલ સ્થગિત કરવાનો આપ્યો હતો પ્રસ્તાવ
મહત્વનું છે કે સરકાર અને ખેડૂતો વચ્ચેની આજની વાતચીતના અંતે પણ ખેડૂત આંદોલનની સમસ્યાનો કોઈ જ નિકાલ આવી શક્યો નથી અને સરકારના કૃષિ કાયદાઓના અમલ પર અસ્થાયી રોકના પ્રસ્તાવણે પણ ખેડૂતો દ્વારા ફગાવી દેવામાં આવ્યો હતો, જેથી હવે ખેડૂતોનો આગામી નિર્ણય શું હશે તેના પર બધાની નજર રહેશે.
ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચેની વાતચીત પૂર્ણ, સરકારના કૃષિ કાયદા પર અસ્થાયી રોકના પગલાંને પણ ખેડૂતોએ નકારી કાઢ્યું, કાયદા રદ્દ કરવાની માંગણી પર ખેડૂતો મક્કમ@nstomar#FarmersProtest#KisanAndolan#Delhi
ખેડૂત આંદોલનને હવે બે મહિના જેટલો સમય થવા આવ્યો છે
નોંધનીય છે કે દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂત આંદોલનને લગભગ બે મહિના જેટલો સમય થવા આવ્યો છે અને સરકાર અને ખેડૂત આંદોલનકારીઓ વચ્ચે અત્યાર સુધી કુલ 9 રાઉન્ડની વાટાઘાટો થઈ ચૂકી છે પરંતુ આ મડાગાંઠને ઉકેલવા માટેની કોઈ સહમતિ સાધી શકાઈ નહોતી અને આજે આ 10 માં રાઉન્ડની વાતચીતના અંતે પણ આ સમસ્યાનો ઉકેલ આવી શક્યો નથી.
સરકારે આજની બેઠકમાં ખેડૂતોને આગામી 26 મી જાન્યુઆરીના રોજ ટ્રેક્ટર પરેડ ન કાઢવા માંતે અનુરોધ કર્યો હતો અને આ સાથે જ જ્યાં દુહિ સમાધાન ન મળે ત્યાં સુધી સરકાર કૃષિ કાયદાઓના અમલને બે વર્ષ માટે ટાળવાના પ્રસ્તાવને પણ ખેડૂતોની સમક્ષ મૂક્યો હતો, જો કે ખેડૂત આંદોલનકારીઓ દ્વારા સરકારના બંને પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યા હતા, અને કૃષિ કાયદાઓને રદ્દ કરવામાં જ આવે તેવી માંગણી તેમણે યથાવત રાખી હતી.
સુપ્રીમ કોર્ટે આદેશ આપવાનો કર્યો ઇનકાર
નોંધનીય છે કે તે જ સંયએ સુપ્રીમ કોર્ટમાં આજે ખેડૂતોની ગણતંત્રદિવસની ટ્રેક્ટર પરેડના મામલે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવામાં આવી હતી જેમાં સુપ્રીમ કોર્ટે આ મામલે કોઈ પણ આદેશ પારિત કરવાનો ઇનકાર કરી દીધો હતો, આમ હાલતો ખેડૂત આંદોલનની મડાગાંઠ યથાવત રહેવા પામી છે.