Farmers should be alert: unseasonal rain will fall in these districts of Gujarat, relief will not be available for another 4-5 days
આગાહી /
ખેડૂતો ઍલર્ટ થઈ જજો: ગુજરાતનાં આ જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ, હજુ 4-5 દિવસ નહીં મળે રાહત
Team VTV03:59 PM, 16 Mar 23
| Updated: 04:29 PM, 16 Mar 23
ગુજરાતમાં ઘણી જગ્યાએ ગત રોજ વરસાદ પડ્યો છે. તેમજ ગત રોજ અમુક વિસ્તારોમાં તકડો તેમજ અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે આજે રાજ્યમાં શું પરિસ્થિતિ છે તેનાં વિશે જાણીએ.
વેસ્ટન ડિસ્ટબન્સનાં કારણે 17 તારીખથી પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા પૂર્વ રાજસ્થાનનાં વિસ્તારોમાં સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે જમ્મુ કાશ્મીરનાં પહાડી વિસ્તારોમાં બરફ પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અરબ સાગરમાં નવી સીસ્ટમ સક્રિય
ત્યારે હવે જે નવી સીસ્ટમ બનવાની છે. તે અરબ સાગરમાં બનવાની છે. જેના લીધે થોડા દિવસ કમોસમી વરસાદ રાજ્યમાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે વાદળો જે છે તે આવતા જતા રહેશે. જેનાથી ઘણા વિસ્તારમાં ઝાકળ સાથે વરસાદ પડવા પામ્યો છે. તેમજ હળવો વિસ્તાર પણ થયો હતો.
ફાઈલ ફોટો
ઉત્તર ગુજરાત સહિત કચ્છ તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તરમાં વરસાદ પડવાની સંભાવના
આજે 16 તારીખ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આજે ઉત્તર ગુજરાત તેમજ કચ્છમાં વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે. ત્યારે દરિયાકાંઠાના વિસ્તાર એવા ગિર સોમનાથ, દ્વારકા, પોરબંદરના ખેડૂતોએ પણ એલર્ટ રહેવાની જરૂર છે. તે વિસ્તારમાં પણ વરસાદ પડવાની સંભાવનાં છે.
ખેડૂતોએ પાકને વરસાદથી બચાવવા ઢાંક્યો
17 તારીખથી વરસાદ ઘટવાની શક્યતા
આવતીકાલથી વરસાદની સ્થિતિમાં ફેરફાર થવાની શક્યતા છે. જેમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા છે. 17 તારીખથી વરસાદ ઘટવાની શક્યતા છે. જેમાં કચ્છથી લઈ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકાના જે વિસ્તારો છે. તેમજ પોરબંદર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યાત ઘટી જાય છે. ત્યારે જે વિસ્તારમાં વરસાદની સંભાવના છે. જેમાં તેમા અમરેલી, સાબરકાંઠા, અમદાવાદ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.
અમુક જગ્યા બરફનાં કરા સાથે વરસાદ
ખેડૂતોએ હજુ પાંચ દિવસ મુશ્કેલી વેઠવવી પડશે
ગુજરાતમાં 17,18,19 તારીખે ગુજરાતમાં વરસાદની સંભાવનાં દેખાઈ રહી છે. ત્યારે 20 અને 21 તારીખ સુધી વરસાદ પડવાને કારણે ખેડૂતોને આગામી પાંચ દિવસ સુધી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. રાજ્યમાં આ સમયગાળા દરમિયાન 30થી 40 કિ.મીની ગતિએ પવન ફૂંકાઈ શકે છે.
ગુજરાતમાં પણ 5 દિવસ રહેશે વરસાદી માહોલ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 16, 17, 18 અને 19 માર્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે. રાજ્યમાં આ સમયગાળા દરમિયાન 30થી 40 કિ.મીની ગતિએ પવન ફૂંકાઈ શકે છે.
16 અને 17 માર્ચે આ વિસ્તારમાં માવઠાની સંભાવના
16 માર્ચે ગાજવીજ સાથે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, પાટણ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, અને કચ્છમાં માવઠાની સંભાવના છે. સાથે જ 17 માર્ચે સુરત, તાપી, વડોદરા, વલસાડ, અમરેલી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, ડાંગ, નર્મદા, નવસારી, અમદાવાદ, છોટાઉદેપુર, જૂનાગઢ, અને અરવલ્લીમાં ગાજવીજ સાથે માવઠાની સંભાવના છે.