farmers protest Why panjab farmers are more active msp
રિપોર્ટ /
નવા કાયદાનો વિરોધ સૌથી વધુ પંજાબના ખેડૂતો કેમ કરે છે, આ રહ્યો જવાબ
Team VTV02:31 PM, 12 Dec 20
| Updated: 02:39 PM, 12 Dec 20
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ નવા કાયદાઓ પર દિલ્હીની આસપાસના વિસ્તારમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા છે, બીજી તરફ સરકારે ટેકાના ભાવે થતી ખરીદીના આંકડા આપ્યા છે.
દિલ્હીની વિવિધ બોર્ડર પર ખેડૂતોનો હલ્લાબોલ
ભારતમાં ટેકાના ભાવે થતી ખરીદીમાં પંજાબ જ ટોપ પર
ખરીફ પાકની કુલ ખરીદમાં 55% હિસ્સો માત્ર પંજાબનો
પંજાબના જ ખેડૂતો હોવા પર વારંવાર ઉઠી રહ્યા છે સવાલ
ભારતમાં કેન્દ્ર સરકાર નવા 3 કૃષિ કાયદાઓ લઈને આવી છે જેનો દિલ્હીની વિવિધ બોર્ડર ખાસ કરીને પંજાબ અને હરિયાણા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ઘણા બધા નેતાઓ અને બુદ્ધિજીવીઓ અવારનવાર એવો સવાલ કરતા હોય છે કે શું ખેડૂતો માત્ર પંજાબમાં જ છે ? બીજા રાજ્યના ખેડૂતો કેમ તેનો વિરોધ નથી કરી રહ્યા ? સરકારનો વિરોધ કરી રહેલા ખેડૂતોના મનમાં મુખ્યત્વે ટેકાના ભાવ અને ખેતબજારને લઈને આશંકા છે જ્યારે સરકાર કહી રહી છે કે તે આ બધા મુદ્દાઓ પર લેખિતમાં બાહેંધરી આપવા તૈયાર છે. નોંધનીય છે કે ભારતમાં ટેકાનાં ભાવ પર જેટલા અનાજની ખરીદી કરવામાં આવે છે તેમાં સૌથી આગળ પંજાબ જ છે. સરકારના હાલના આંકડાઓ અનુસાર કુલ ખરીદીના 55% ખરીદી માત્ર પંજાબમાંથી થઇ છે.
ખરીફ પાકના ટેકાનાં ભાવે થઈ ખરીદી
દેશમાં કૃષિકાયદાઓને લઈને સંઘર્ષ થઇ રહ્યો છે અને દિલ્હીની આસપાસની બોર્ડર પર ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. આંદોલનની વચ્ચે વર્તમાન MSPને લઈને આંકડાઓ બહાર આવ્યા છે.
MSP operations during Kharif Marketing Season 2020-21
સરકારે જાહેર કરેલા ડેટા અનુસાર ખરીફ સિઝનમાં ગયા વર્ષની તુલનામાં આ વર્ષે અનાજની ખરીદીમાં 22.5 ટકાનો વધારો થયો છે. આ વર્ષે ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર 368.7 લાખ ટન અનાજ ખરીદવામાં આવ્યું છે અને કુલ ખરીદી કરવા પાછળ 69,612 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. શુક્રવારે સરકારે MSP પર જાહેર કરેલા આંકડાઓમાં કહેવામાં આવ્યું કે સરકાર ઓક્ટોબર 2020થી જ ખરીફ પાકની ખરીદી કરી રહી છે અને તેમાં MSP પર ખરીદી કરવામાં આવી છે.
કયા કયા રાજ્યોમાં MSP પર થઇ ખરીદી
પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, ઉત્તરાખંડ, તામિલનાડુ, ચંડીગઢ, જમ્મૂકાશ્મીર, કેરળ, ગુજરાત, આંધ્ર પદેશ, ઓડીશા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારમાં સુનિયોજિત રૂપે સરકારી ખરીદી કરવામાં આવી છે.
ટેકાના ભાવે ખરીદીમાં પંજાબનો દબદબો
પંજાબ બધા રાજ્યો કરતા ટોપ પર
નોંધનીય છે કે આ વર્ષે પણ ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર જે ખરીદી કરવામાં આવી છે તેમાં બધા રાજ્યોમાં પંજાબ ટોપ પર છે. ભારતભરમાં 368.70 લાખ ટન અનાજની ખરીદ કરવામાં આવી જેમાંથી એકલા પંજાબમાંથી જ 202.77 લાખ ટન અનાજની ખરીદી થઇ. આમ MSP પર થતી ખરીદીમાં 55% ખરીદી માત્ર પંજાબમાંથી જ કરવામાં આવે છે.
ગયા વર્ષની તુલનામાં વધુ અનાજની ખરીદી
નોંધનીય છે કે આ વર્ષે અનાજની ખરીદીમાં વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષે 300.97 લાખ ટન અનાજની ખરીદી કરવામાં આવી હતી જયારે આ વર્ષે 10 ડિસેમ્બર સુધીમાં જ 368.7 લાખ ટન અનાજની ખરીદી કરી લેવામાં આવી છે. ભારતમાં આ ખરીફ સિઝનમાં સરકાર દ્વારા ટેકાનાં ભાવ પર કરવામાં આવેલ ખરીદીથી 39.92 લાખ ખેડૂતોની સીધો ફાયદો મળ્યો છે અને 69,611.81 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.
સરકાર અને ખેડૂતો વચ્ચે વિરોધનું કારણ MSP આખરે છે શું?