બ્રેકિંગ ન્યુઝ
VTV / farmers-protest-rakesh-tikait-on-narendra-singh-tomar-crowd-remarks
Last Updated: 12:01 AM, 23 February 2021
ADVERTISEMENT
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરના નિવેદન પછી તેમની પર નિશાન સાધતા કહ્યું કે લોકો જમા થાય ત્યારે સરકારો બદલાઇ જાય છે. તોમરે કહ્યું હતું કે માત્ર ભીડ એકઠા થવાને કારણે કાયદા રદ નહીં થાય. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ચેતવણી આપી હતી કે જો ત્રણ નવા કૃષિ કાયદા રદ કરવામાં નહીં આવે તો સરકારને સત્તામાં રહેવું મુશ્કેલ બની જશે.
ADVERTISEMENT
કેન્દ્રીય કૃષિ મંત્રીએ આપ્યું હતું નિવેદન
સોનીપત જિલ્લાના ખારખૌડાની અનાજ મંડળીમાં કિસાન મહાપંચાયત ખાતે, ટિકૈતે જણાવ્યું હતું કે, "કૃષિ કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી કિસાન આંદોલન ચાલુ રહેશે. કેન્દ્રીય કૃષિ પ્રધાન તોમરે રવિવારે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાત કરવા તૈયાર છે, પરંતુ ભીડ એકઠી થઈ રહી હોવાથી કાયદાને રદ્દ કરવામાં આવશે નહીં. તેમણે ખેડૂત સંગઠનોને વિનંતી કરી કે તેઓ સરકાર વિરોધી કાયદામાં કઈ જોગવાઈને ખેડૂત વિરોધી લાગે છે તે કહે."
વધુમાં ટિકૈતે મહાપંચાયતમાં કહ્યું હતું કે, "રાજકારણીઓ કહે છે કે લોકોનું એકઠા થવાથી કાયદા પરત ન ખેંચાય. જ્યારે કે તેઓને જાણ હોવી જોઇએ કે ભીડમાં તો સત્તામાં પરિવર્તન લાવવાની પણ શક્તિ છે. જો કે આ અલગ વાત છે કે ખેડૂતોએ માત્ર કૃષિ કાયદા પરત લેવાની વાત કરી છે, સત્તા પરિવર્તનની નહીં." ગયા વર્ષે 28 નવેમ્બરથી, દિલ્હીની જુદી જુદી સીમાઓ પર ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માંગણી સામે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ટિકૈતે કહ્યું, "તેમને (સરકારે) જાણવું જોઈએ કે જો ખેડૂત તેની પેદાશનો નાશ કરી શકે છે, તો તમે તેની સામે કંઈ જ નથી."
આ આંદોલન દરેક ખેડૂતોનું છે : કિસાન નેતા
તેમણે કહ્યું, "ઘણા પ્રશ્નો છે. તે ફક્ત કૃષિ કાયદો નથી, પરંતુ વીજળી (સુધારો) બિલ, બીજ બિલ .... તેઓ કયા પ્રકારનાં કાયદા લાવવા માંગે છે?" તેની ટીકા પણ કરી હતી.
ખેડૂત નેતાએ કહ્યું, "વર્તમાન આંદોલન ફક્ત પાક ઉગાડનારા ખેડૂતનું જ નથી, જે રેશન ખરીદશે તે પણ છે. તે તે નાના ખેડૂતનું પણ છે જે બે પશુઓથી આજીવિકા મેળવે છે. તે મજૂરો પણ એવા છે જેઓ અઠવાડિક બજારમાંથી થતી આવક પર ટકી રહે છે."
ખેડૂતો હવે તમામ મોરચે લડશે : રાકેશ ટિકૈત
તેમણે કહ્યું, "આ કાયદા ગરીબોનો નાશ કરશે. તે માત્ર એક કાયદો જ નથી, આવા ઘણા કાયદા આવશે." ટિકૈતે કહ્યું કે સરકારે 40 સભ્યોની સમિતિ સાથે જ વાટાઘાટો કરવી પડશે.ટિકૈતે કહ્યું, "હવે ખેડૂતો તમામ મોરચે લડશે. તેઓ ખેતી પણ કરશે, કૃષિ નીતિઓ પર નજર રાખશે અને આંદોલન કરશે." લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) માટે કાયદાની માંગણી કરતા તેમણે કહ્યું કે, "જ્યારે એમએસપી લાગુ કરવામાં આવશે ત્યારે ખેડૂતોનું રક્ષણ થશે, આ આંદોલન તે માટે છે. તે ખેડૂતોના હક માટે છે."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT