આંદોલન / સરકાર સાથે આજે ફરી વાતચીત કરશે ખેડૂતો, બન્ને પક્ષ પોતાના વલણ પર અડગ

farmers protest on three farms laws farmers meeting with agriculture minister narendra singh tomar today

ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધ વિરોધ પ્રદર્શનની વચ્ચે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનોની વચ્ચે આજે 10માં દોરની વાતચીત થશે. ખેડૂતો જ્યાં કાયદાને રદ્દ લેવાની માંગ કરી રહ્યા છે. ત્યારે સરકાર પણ પીછે હટના મુડમાં નથી. ત્યારે આજે થનારી 10માં દોરની વાતચીતના પરિણામ પણ ના બરાબર જ મનાઈ રહ્યા છે. ગત બેઠકમાં સરકારે ખેડૂતોને 3 કાયદા પર પોઈન્ટ વાર વાત કરવા કહ્યુ હતુ. તેમના પાકો પર એમએસપી પર પણ વાત આગળ વધારવા પર સંકેત આપ્યા હતા. બેઠકની પહેલા કૃષિ મંત્રાલયના અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠકમાં સરકાર તરફથી રાખવામાં આવેલા પ્રસ્તાવો પર વિચાર વિમર્શ કરવામાં આવ્યું હતુ.

બ્રેકિંગ ન્યૂઝ