farmers protest live updates kisaan aandolan 27th november delhi chalo
પ્રહાર /
ખેડૂતો પર પાણીનો મારો થતાં પ્રિયંકા ગાંધીએ PM પર સાધ્યું નિશાન, કહ્યું એક દેશ એક વ્યવહાર પણ લાગૂ કરો
Team VTV01:10 PM, 27 Nov 20
| Updated: 01:13 PM, 27 Nov 20
ખેડૂતોનું ‘દિલ્હી ચલો’આંદોલન જેમ જેમ ગતી પકડી રહ્યું છે તેમ તેમ રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. એક પછી એક રાજકીય નિવેદનો આવી રહ્યા છે. ત્યારે પ્રિયંકા ગાંધીએ પણ ખેડૂતોને સમર્થન આપતા ટ્વીટ કર્યું છે. તેમજ પીએમ મોદી પર સીધું નિશાન સાધ્યું છે. જેમા તેમણે કહ્યું છે કે પ્રધાનમંત્રી જી એક દેશ, એક વ્યવહાર પણ લાગુ કરો.
ખેડૂતો સાથે ભાજપ ઈસ્ટ ઈન્ડિયા કંપની અને જનરલ ડાયરની જેમ વર્તી રહી છે- જયવિર શેરગીલ
એમએસપીના કાયદામાં તેમના હકની વાત ક્યાં લખી છે -પ્રિયંકા ગાંધી
મેટ્રો સ્ટેશનોના પ્રવેશ અને નિકાસ દ્વારા બંધ કરવામાં આવ્યા
એમએસપીના કાયદામાં તેમના હકની વાત ક્યાં લખી છે
પ્રિયંકા ગાંધીએ ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કરતા લખ્યું કે ખેડૂતોનો અવાજ દબાવવા માટે પાણી વર્સાવવામાં આવી રહ્યું છે. રસ્તા ખોદવામાં આવી રહ્યા છે. પરંતુ સરકાર તેમને એ બતાવવા કે કહેવા તૈયાર નથી કે એમએસપીના કાયદામાં તેમના હકની વાત ક્યાં લખી છે. એક દેશ, એક ચૂંટણીની ચિંતા કરનારા પ્રધાનમંત્રીજીએ એક દેશ, એક વ્યવહાર પણ અમલમાં મુકવી જોઈએ
किसानों की आवाज दबाने के लिए
👉पानी बरसाया जा रहा है
👉सड़कें खोदकर रोका जा रहा है
लेकिन सरकार उनको ये दिखाने और बताने के लिए तैयार नहीं है कि MSP का कानूनी हक होने की बात कहां लिखी है
एक देश, एक चुनाव की चिंता करने वाले प्रधानमंत्री जी को एक देश, एक व्यवहार भी लागू करना चाहिए pic.twitter.com/7mQwA812Z8
ખેડૂતો હરિયાણા અને પંજાબની વચ્ચે શંભૂ સીમા પર અંબાલાની પાસે રાહ જોઈ રહ્યા હતા કે જેથી દિલ્હી માટે આગળ વધી શકે અને કૃષિ કાયદાનો વિરોધ કરી શકે. ખેડૂતોને હરિયાણામાં પ્રવેશ કરતા રોકવા માટે સીમા પર સુરક્ષાકર્મી, બેરિયર અને વોટર કૈનન વાહનો તૈનાત છે. બીજી તરફ સિરસામાં મુખ્ય રાજમાર્ગ પર વિરોધ પ્રદર્શન અને નારેબાજી કરતા ખેડૂતોનું ગ્રુપ જેમાં મહિલાઓ પણ સામિલ છે તેઓ દિલ્હી તરફ વધી રહ્યા છે.
ખેડૂતો સાથે ભાજપ ઈસ્ટ ઈન્ડિયા કંપની અને જનરલ ડાયરની જેમ વર્તી રહી છે
કોંગ્રેસ નેતા જયવીર શેરગિલે કહ્યું કે દેશમાં ખેડૂતો સાથે ભાજપ ઈસ્ટ ઈન્ડિયા કંપની અને જનરલ ડાયરની જેમ વર્તી રહી છે. ભારત સરકાર રેડ કારપેટ બિછાવીને પાકિસ્તાની આઈએસઆઈનું પંજાબમાં સ્વાગત કરે છે પરંતું પંજાબના ખેડૂતો પોતાના દેશની રાજધાનીમાં નથી ઘૂસવા દેતી. ભાજપ સંવિધાનું ઉલંઘન કરીને સંવિધાન દિવસ મનાવી રહી છે. ભાજપ આત્મનિર્ભર થવામાં વિશ્વાસ નથી રાખતી પરંતુ ખેડૂતોને કતરવામાં વિશ્વાસ રાખે છે.
મેટ્રો સ્ટેશનોના પ્રવેશ અને નિકાસ દ્વારા બંધ કરવામાં આવ્યા
ખેડૂત પ્રદર્શનને જોતા ગ્રીન લાઈન પર બ્રિગેડિયર હોશિયાર સિંહ, બહાદુરગઢ સિટી, પંડિત શ્રીરામ શર્મા, ટિકરી બોર્ડર, ટિકરી કલાં અને ઘેવર મેટ્રો સ્ટેશનોના પ્રવેશ અને નિકાસ દ્વારા બંધ કરવામાં આવ્યા છે.