Farmers Protest: Farmers organizations said- no return home without law on MSP
દિલ્હી /
...તો ત્રણ જ કલાકમાં આંદોલન સમેટી લઈશું: આંદોલનકારી ખેડૂતોનું મોટું એલાન
Team VTV01:15 PM, 05 Dec 21
| Updated: 01:17 PM, 05 Dec 21
દેશમાં કૃષિ કાયદા સામે થઈ રહેલા આંદોલનોની વચ્ચે કૃષિ નેતાઓએ હવે એલાન કરી દીધું છે કે આંદોલન જલ્દી સમાપ્ત થશે નહીં.
ખેડૂત આંદોલનને લઈને મોટા સમાચાર
સરકાર અને ખેડૂતો વચ્ચે થશે બેઠક
આંદોલન જલ્દી સમાપ્ત થાય તેવા કોઈ અણસાર નહીં
હજુ દિલ્હીની બોર્ડર પર બેઠા છે ખેડૂતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવેમ્બર મહિનામાં મોટું એલાન કરતાં કહ્યું કે સરકાર ખેડૂતો સામે ઝૂકી રહી છે અને કૃષિ કાયદા રદ્દ કરવામાં આવે છે. સંસદનાં શિયાળુ સત્રમાં આ કાયદા રદ્દ પણ થઈ ગયા. જોકે તેમ છતાં ખેડૂતોનું આંદોલન હજુ સુધી સમાપ્ત થયું નથી. MSP મુદ્દે પણ કમિટી બનાવી દેવામાં આવી છે ત્યારે ખેડૂત નેતા કહી રહ્યા છે કે આંદોલન હજુ ચાલુ જ રહેશે.
ત્રણ કલાકમાં આંદોલન ખેંચી લઈશું
ખેડૂત સંગઠનની કમિટીનાં મનોજ સિંહ સિક્કા, યુદ્ધવિર સિંહ અને બળવીર સિંહ સમેત નેતાઓ કહી રહ્યા છે કે જૉ સરકાર વાત માની લે તો અમે ત્રણ જ કલાકમાં આંદોલન સમાપ્ત કરી દઇશું. આ ત્રણ નેતાઓ ખેડૂત તરફથી સરકાર સાથે વાતચીતમાં સામેલ થવાના છે.
જોકે હાલનો ઘટનાક્રમ જોતાં લાગી રહ્યું છે કે મોદી સરકારની પીછેહઠ છતાં પણ ખેડૂતો આંદોલન સમાપ્ત થાય તેવા કોઈ અણસાર અત્યારે દેખાઈ રહ્યા નથી.
શું છે ખેડૂતોની માંગ
નોંધનીય છે કે ખેડૂતોની માંગ છે કે MSP કાયદો, આંદોલન દરમિયાન નોંધાયેલા તમામ કેસ પરત ખેંચવા, આંદોલનમાં મૃત્યુ પામેલ તમામ ખેડૂતનાં પરિજનોને વળતર આપવામાં ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે.