બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / વડોદરા / Farmers protest against Gail India Company, for this reason in Vadodara

વિરોધ / વડોદરામાં ગેઇલ ઇન્ડિયા કંપની સામે મેદાને પડ્યા ખેડૂતો, MLA પણ જોડાયા વિરોધમાં, જાણો શું છે માગ

Kiran

Last Updated: 12:40 PM, 13 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં ગેઇલ ઇન્ડિયા કંપની સામે ખેડૂતોનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. કંપનીએ ખેડૂતોને વળતર ન ચૂકવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો

  • વડોદરામાં ગેઇલ ઇન્ડિયા કંપની સામે ખેડૂતોનો વિરોધ 
  • કંપનીએ ખેડૂતોને વળતર ન ચૂકવતા ધરણાંનો કાર્યક્રમ 
  • ધારાસભ્ય સાથે ચોકારી ગામના ખેડૂતો કરશે ધરણા

વડોદરામાં ગેઇલ ઇન્ડિયા કંપની સામે ખેડૂતોનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. કંપનીએ ખેડૂતોને વળતર ન ચૂકવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. જેને લઈને ખેડૂતોએ હવે લડી લેવાનો મુડ બનાવી લીધો છે. મહત્વનું છે કે અગાઉ પણ ખેડૂતોએ વળતર ન મળવા મુદ્દે અનેક રજૂઆત કરી હોવા છતા વળતર ન મળતા ખેડૂતોને રોષ જોવા મળી રહ્યો છે. પાદરામાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ખેડૂતો સાથે આજે પાદરાના MLA જસપાલસિંહ પઢિયાર ખેડૂતો સાથે ધરણાં કરશે. ત્યારે ધારાસભ્ય સાથે ચોકારી ગામના ખેડૂતો પણ ધરણા કરશે. ખેડૂતોના વિરોધ અને ધરણાને લઈને ગેઇલ ઇન્ડિયા કંપનીની ઓફિસમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 

કંપનીએ ખેડૂતોને વળતર ન ચૂકવતા ધરણાંનો કાર્યક્રમ 

મહત્વનું કે આજથી પાંચ વર્ષ અગાઉ ગેઈલ ઈન્ડિયા કંપની દ્વારા ખેડૂતોના ખેડૂતમાંથી પાઈલ લાઈન નાખવામાં આવી હતી જે બાદ થોડા સમયમાં જ વરસાદ પડતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે ખેડૂતોના ખેતરોનું ધોવાણ થતા ખેડૂતોને નુકસાન થયું હતું, જે મામલે ખેડૂતો દ્વારા વળતરની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ ખેડૂતોએ અને ગેઈલ ઈન્ડિયા કંપની વચ્ચે સમાધાન થયું હતું અને ખેડૂતોને 90 લાખ જેટલું વળતર ચુકવવાનું કહેવામાં આવ્યું હતું જો કે બે વર્ષ થયા હોવા છતા હજુ સુધી ખેડૂતોને વળતર ન મળતા અંદાજીત 100 જેટલા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જેમાં પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર પણ ખેડૂતો સાથે આજે ધરણા કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ