ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગરમાં આવતીકાલે મહાપંચાયત યોજાવાની છે. જેને લઈને ખેડૂત નેતા રાકેશ ટિકૈતે એવું નિવેદન આપ્યું કે જો અમને રોકવામાં આવ્યા તો બધું તોડીને અમે અંદર જઈશું.
મુજફ્ફરનગરમાં આવતીકાલે ખેડૂત મહાપંચાયત
ખેડૂત મહાપંચાયતને ગોઠવાયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આપ્યું મોટું નિવેદન
મજફ્ફરનગરમાં 5 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે ખેડૂતોની મહાપંચાયત થવાની છે. જેને લઈને પોલીસ હાઈએલર્ટ મોડમાં છે. મુજફ્ફરનગર અને તેની આસપાસના જિલ્લાઓમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કાઢ્યો છે. પ્રશાસન દ્વારા પણ મહાપંચાયત જ્યા થશે ત્યાથી આસપાસના વિસ્તારોમાં IPS ઓફિસરો મોકલાવામાં આવ્યા છે.
ઉપરી અધિકારીઓ પણ રહેશે હાજર
મહાપંચાયત વખતે મુજફ્ફરનગરમાં ઉપરી પોલીસ અધિકારીઓ પણ હાજર રહેવાના છે. મોટા ભાગના ઉપરી અધિકારીઓ ત્યા હાજર એટલા માટે રહેવાના છે કે ત્યા કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને.
મોટી સંખ્યામાં ખેડૂતો શામેલ થશે
બિજી તરફ ખેડૂત તેમા રાકેશ ટિકૈતનું કહેવું છે કે મહાપંચાયતમાં કેટલા ખેડૂતો શામેલ થશે તે હજું જણાવી ન શકાય. પરંતુ તેમણે એવો વાયદો કર્યો છે. કે મોટી સંખ્યામાં ખેડૂતો પંચાયતમાં શામેલ થશે. સાથેજ તેમણે એવું પણ કીધુ છે કે ખેડૂતોને પંચાયતમાં જતા કોઈ રોકી ન શકે. આ કોઈ સરકારી કાર્યક્રમ નતી જો કોઈ રોકશે તો તોડીને અમે અંદર જઈશું
મોટાભાગના ખેડૂતો ગામડેથી આવશે
ટીકૈતે સમગ્ર મામલે કહ્યું કે તેમણે વોલંટિયર્સને બધી જવાબદારી આપી છે. ખેડૂતો પણ પહોચવાના શરૂ થઈ ગયા છે. ખેડૂતો ત્યા પહોચતા થઈ ગયા છે. જેને લઈને તેમના માટે બધીજ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેમણે કીધું કે ખેડૂત આંદોલન વાળી જગ્યાઓ પરથી પણ ખેડૂતો આવી રહ્યા છે. પરંતુ મોટાભાગના ખેડૂતો ગામડાઓમાંથી આવી રહ્યા છે.
4 થી 5 જેટલા ગ્રાઉન્ડની કરાઈ વ્યવસ્થા
સમગ્ર મામલે ખેડૂત નેતા ટીકૈત દ્વારા કહેવામાં આવ્યું કે મહાપંચાયતમાં કોણ કોણ આવે છે તે ખાસ જોવાનું છે. સાથેજ ટિકૈતે કહ્યું કે ત્યા 12 થી 14 જેટલી સ્ક્રીન લગાવામાં આવી છે. જેથી ત્યા વધારે ભીડ ન થાય સાથેજ 4 થી 5 જેટલા ગ્રાઉન્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ખેડૂત આંદોલનનું ભવિષ્ય થશે નક્કી
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે આ મહાપંચાયતની જવાબદારી ભારતીય કિસાન યૂનિયનને આપવામાં આવી છે. આ મહા પંચાયત ખેડૂત આંદોલનનું ભવિષ્ય નક્કી કરશે. આજ કારણે ખેડૂત સંગઠનના લોકો ગામે ગામ જઈને પંચાયતમાં ખેડૂતોને આવવા અપીલ કરી રહ્યા છે આ પંચાયતમાં ખાસ તો કૃષિ કાયદાઓને લઈને ચર્ચા થશે સાથેજ ખેડૂતોના હિત માટે પણ ચર્ચા કરવામાં આવશે.