બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાત / Bollywood / બોલિવૂડ / બે બે રૂપિયા ભેગા કરીને ખેડૂતોએ બનાવી હતી સુપરડુપર ફિલ્મ, આ તારીખે બીજી વખત રીલીઝ થશે 'મંથન'

મનોરંજન / બે બે રૂપિયા ભેગા કરીને ખેડૂતોએ બનાવી હતી સુપરડુપર ફિલ્મ, આ તારીખે બીજી વખત રીલીઝ થશે 'મંથન'

Last Updated: 09:29 PM, 27 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 અને 2 જૂન, 2024 ના સમગ્ર ભારતમાં 50 શહેરો અને 100 થિયેટરોમાં ક્લાસિક ફિલ્મ 'મંથન' રિલીઝ કરશે

ખેડૂત જીવન સાથે સંકળાયેલી મંથન ફિલ્મ ફરી રીલીઝ થવા જઇ રહી છે. પહેલી ફિલ્મને ગુજરાતના ખેડૂતો સાથે ખાસ નાતો છે. શ્વેત ક્રાંતિના પિતા ડૉ. વર્ગીસ કુરિયનનું કાલ્પનિક સંસ્કરણ છે. આ ફિલ્મનું નિર્માણ 500,000 ખેડૂતો અને પશુપાલકો પાસેથી રૂપિયા 2નું યોગનદાન લઇ બનાવવામાં આવી હતી.

પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલની 1976ની ક્લાસિક ફિલ્મ 'મંથન'નું ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા કાન ફિલ્મ ફેસ્ટિવલ 2024માં વર્લ્ડ પ્રીમિયર થયું હતું. હવે આ ફિલ્મ સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ માટે તૈયાર છે. 'મંથન'ના વર્લ્ડ પ્રીમિયરની અદભૂત સફળતા બાદ ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન અને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ PVR-INOX લિમિટેડ સાથે હાથ મિલાવ્યા છે. સિનેપોલિસ ઈન્ડિયા 1 અને 2 જૂન, 2024 ના સમગ્ર ભારતમાં 50 શહેરો અને 100 થિયેટરોમાં ક્લાસિક ફિલ્મ 'મંથન' રિલીઝ કરશે.

ખેડૂતોએ 2 રૂપિયાની બચત કરીને ફિલ્મ તૈયાર કરી

આ ફિલ્મ ગુજરાતના 5 લાખ ખેડૂતોએ મળીને 2-2 રૂપિયા યોગદાન આપી બનાવી હતી. સ્મિતા પાટીલે ગામની મહિલાઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યારે ફિલ્મ બની ત્યારે ગુજરાતના દૂધ ઉત્પાદક સમુદાયના 5 લાખ ખેડૂતોએ ફિલ્મના નિર્માણ માટે 2 રૂપિયાનું યોગદાન આપ્યું હતું. આ ફિલ્મને વર્ષ 1977માં શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ પટકથાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. આ ફિલ્મ રિલીઝ થયા બાદ આ ખેડૂતો ટ્રકમાં બેસીને ફિલ્મ જોવા આવ્યા હતા. ‘મંથન’ ભારતમાં થયેલી શ્વેત ક્રાંતિની ઝલક દર્શાવે છે. આ એક કલ્ટ ફિલ્મ છે. આ ફિલ્મ તમે YouTube પર જોઈ શકો છો.

આ ફિલ્મમાં ગિરીશ કર્નાડ, નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટિલ, ડૉ. મોહન અગાશે, કુલભૂષણ ખરબંદા, અનંત નાગ અને આભા ધુલિયા જેવા ઘણા મહાન કલાકારો હતા. 'મંથન'નું શૂટિંગ પ્રખ્યાત સિનેમેટોગ્રાફર અને દિગ્દર્શક ગોવિંદ નિહલાની દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું સંગીત પ્રખ્યાત સંગીતકાર વનરાજ ભાટિયાએ આપ્યું હતું.

500,000 ખેડૂતો દ્વારા નિર્મિત, 'મંથન'

ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનના ડાયરેક્ટર શિવેન્દ્ર સિંહ ડુંગરપુરે જણાવ્યું હતું કે, 'જ્યારે ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન કોઈ ફિલ્મની પુનઃસ્થાપના હાથ ધરે છે, ત્યારે અંતિમ ઉદ્દેશ્ય તેને લોકો સમક્ષ પાછું લાવવાનો હોય છે જેના માટે તે બનાવવામાં આવી હતી. 500,000 ખેડૂતો દ્વારા નિર્મિત, 'મંથન' એ લોકો દ્વારા લોકો માટે બનાવવામાં આવેલી ફિલ્મ છે. મને ખૂબ આનંદ છે કે મુંબઈ, નવી દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈ જેવા મોટા મહાનગરોથી લઈને ધારવાડ, કાકીનાડા, નડિયાદ, ભટિંડા, પાણીપત અને કોઝિકોડ જેવા નાના શહેરો સુધીના દર્શકોને સુંદર રીતે પુનઃસ્થાપિત ફિલ્મ જોવાની તક મળશે.

1976 માં જ્યારે 'મંથન' રિલીઝ થઈ

શ્યામ બેનેગલે કહ્યું કે,1976 માં જ્યારે 'મંથન' રિલીઝ થઈ, ત્યારે તે એક મોટી સફળતા હતી, કારણ કે ખેડૂતો પોતે મોટી સંખ્યામાં ફિલ્મ જોવા માટે નાના શહેરો અને ગામડાઓમાંથી બળદ ગાડામાં મુસાફરી કરતા હતા. મને આશા છે કે 48 વર્ષ પછી આ જૂનમાં પુનઃસ્થાપિત ફિલ્મ મોટા પડદા પર પાછી આવશે, ત્યારે સમગ્ર ભારતમાંથી લોકો ફિલ્મ જોવા માટે થિયેટરોમાં ઉમટી પડશે.

ક્રાઉડફંડિંગ ફિલ્મ છે 'મંથન'

શ્યામ બેનેગલની મંથન ફિલ્મ દેશની પ્રખ્યાત મિલ્ક રિવોલ્યુશન પર આધારિત છે જે એક સમયે વર્ગીસ કુરિયન દ્વારા દેશમાં શરૂ કરવામાં આવી હતી. જો તમે તેના વિશે વાંચ્યું કે સાંભળ્યું હશે તો તમને જણાવી દઈએ કે લોકો તેને શ્વેત ક્રાંતિના નામથી પણ ઓળખે છે અને આ ફિલ્મ બનાવવા માટે કોઈ નિર્માતા કે મોટા ધનિક પ્રોડક્શન હાઉસ આગળ આવ્યા નથી, પરંતુ લાખો ખેડૂતોના બળ પર આ ફિલ્મ બનાવવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ બોલિવૂડની ક્રાઉડફંડિંગ ફિલ્મ છે જે લોકોના દિલમાં કાયમ માટે કોતરાઈ ગઈ છે.

વધુ વાંચોઃ મુનવ્વર ફારૂકી જ નહીં, તેની બીજી પત્ની પણ લઇ ચુકી છે તલાક, તેને છે 10 વર્ષની પુત્રી

દૂધ ઉત્પાદન ક્રાંતિ પર એક ફિલ્મ બની છે

1976માં રિલીઝ થયેલી 'મંથન', ક્રાઉડ ફંડિગ કરવામાં આવ્યુ હતું. તેણે સર્વત્ર ઇતિહાસ રચ્યો હતો અને તાજેતરમાં 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્કીનિગ થયુ હતું. આ 134 મિનિટની ફિલ્મમાં તમને ડેરી કોઓપરેટિવ મૂવમેન્ટ બતાવવામાં આવશે અને કેવી રીતે ફિલ્મની વાર્તા વર્ગીસ કુરિયન પાસેથી લેવામાં આવી છે, તેઓ દૂધ ઉત્પાદનમાં ક્રાંતિ લાવવા માટે જાણીતા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ilm Produced By 5 Lakhs Farmers Smita Patil Film Manthan Manthan Film
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ