બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / farmers leader rakesh tikait on singhu border murder case says murder is a conspiracy

નિવેદન / રાકેશ ટિકૈતે કહ્યું, આ હત્યા સરકારનું ષડયંત્ર, પ્રશાસનને આપ્યા કરોડો રુપિયા

Last Updated: 12:39 PM, 16 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાકેશ ટિકૈતે કહ્યું કે આ હત્યાને આંદોલનનો બદનામ કરવાનું ષડયંત્ર છે. ટિકૈતે એમ પણ કહ્યું કે કેન્દ્રએ લોકોને ઉશ્કેરીને આ હત્યા કરાવી છે.

  •  ટિકૈતે આ હત્યાને આંદોલનનો બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું
  • કેન્દ્રએ લોકોને ઉશ્કેરીને આ હત્યા કરાવી -ટિકૈત
  • ખેડૂત સંગઠનનો આ હત્યા સાથે કોઈ સંબંધ નથી

 ટિકૈતે આ હત્યાને આંદોલનનો બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું

હરિયાણા- દિલ્હીના સિંધુ બોર્ડર પર કાલે લખબીર સિંહ નામના એક વ્યક્તિની એક નિહંગ શીખે હત્યા કરી હતી. એ બાદ ખેડૂત આંદોલનને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે. આ સવાલોની વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મોટું નિવેદન આપ્યું છે. રાકેશ ટિકૈતે આ હત્યાને આંદોલનનો બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. ટિકૈતે એમ પણ કહ્યું કે કેન્દ્રએ લોકોને ઉશ્કેરીને આ હત્યા કરાવી છે.

ખેડૂત સંગઠનનો આ હત્યા સાથે કોઈ સંબંધ નથી

એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ટિકૈતે કહ્યું કે આ હત્યા ખેડૂત આંદોલનને બદનામ કરવાનું ષડયંત્ર છે. ખેડૂત સંગઠનનો આ હત્યા સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું કે સરકારે પ્રશાસનને ખેડૂત આંદોલનને બદનામ કરવા માટે હજારો -કરોડો રુપિયા આપ્યા છે. સિંઘુ બોર્ડર પર જે થયું. તે સરકારની ઉશ્કેરણીના કારણે થયું છે.

અજય મિશ્રાના રાજીનામા સુધી આંદોલન ચાલુ રહેશે- ટિકૈત

રાકેશ ટિકૈતે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોને કચડી નાંખવાની ઘટનામ પર કહ્યું કે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના રાજીનામા સુધી આંદોલન ચાલુ રહેશે. અજયનું રાજીનામુ જોઈએ. ટિકૈતે એમ પણ આરોપ લગાવ્યો કે અજય મિશ્રાના દીકરા આશિષ મિશ્રાની પોલીસ પુછપરછ નથી કરી રહી.  જો પોલીસને પુછપરછ કરવી છે તો પોલીસ સ્ટેશન લઈ જઈ કરે. ગેસ્ટ હાઉસમાં નહીં.

યુવકે ગુરુ ગ્રંથ સાહેબની સાથે ગેર વ્યવહાર કર્યો

મનાઈ રહ્યું છે કે યુવકે ગુરુ ગ્રંથ સાહેબની સાથે ગેર વ્યવહાર કર્યો અને ભાગવવા લાગ્યો. ત્યારે ગેટ પર પહેરો આપી રહેલા નિહંગોએ તે યુવકને પકડી લીધો અને તેની સાથે મારપીટ કરી. તેને આ અશોભનિય વર્તન અંગે પૂછવામાં આવ્યું. યુવકે જ્યારે કંઈ ન જણાવ્યું તો તેનો હાથ કાપી નાંખવામાં આવ્યો. આ બાદ યુવકના પગ કાપી નાંખી તેને બેરિકેડથી લટકાવી દેવામાં આવ્યો.
 

સંકળાયેલા મુદ્દાઓ

Farmers rakesh tikait singhu border રાકેશ ટિકૈત સિંઘૂ બોર્ડર હત્યા rakesh tikait
Dharmishtha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ