બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

VTV / Politics / farmers issues an open warning to modi government before the republican day

ચેતવણી / હવે 26મી જાન્યુઆરીને લઈને ખેડૂતોએ આપી વધુ એક ચીમકી, સરકારનું ટેન્શન વધી ગયુ

Nirav

Last Updated: 05:56 PM, 21 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂતો નવા કૃષિ કાયદાના વિરોધમાં 26 જાન્યુઆરીયાના રોજ ટ્રેકટર માર્ચ કાઢવાનું વિચારી રહ્યા છે, જેને લઈને ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે.

  • ખેડૂતોએ મોદી સરકારને આપઇ ચીમકી 
  • 26 મી જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી કરવા માટે મક્કમ છે ખેડૂતો 
  • સુપ્રીમે દિલ્હી પોલીસને આ મુદ્દે પોતાની રીતે નિર્ણય લેવા કહ્યું

દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂત આંદોલન ને હવે લગભગ બે મહિના જેટલો સમય વીતવા આવ્યો છે. અત્યાર સુધીમાં ખેડૂતો અને સરકાર વચ્ચે 10 રાઉન્ડની વાતચીત યોજાઈ ગઈ છે છતાં પણ આ મડાગાંઠનો ઉકેલ હજુ આવ્યો નથી, ત્યાં ખેડૂતોએ અગાઉથી આપેલી ચેતવણી પ્રમાણે 26મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ટ્રેકટર રેલી કાઢવાની વાતનો પુનરોચ્ચાર કર્યો છે અને આ વખતે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સરકારને ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે ખબરદાર દિલ્હી, અમારા ટ્રેકટર રેલીને જે રોકવાનો પ્રયાસ કરશે તેનો અમે ઈલાજ કરી દઈશું. 

અમને ખબર જ છે કે કમિટી શું પરિણામ આપશે ? : ખેડૂતો 

આ સિવાય વધુમાં તેમેં સુપ્રીમ કોર્ટે નીમેલી કમિટી અંગે વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે અમને ખબર જ છે કે કમિટી શું રિઝલ્ટ આપશે? કમિટી છેલ્લે તો કૃષિ કાયદાઓને જ વધુ સારા બતાવવાની છે અને 10 વધુ લોકોના નામ લખીને જણાવશે જે કાયદાને વધુ સારો કહેશે. 

રાકેશ ટિકૈતે કહ્યું હતું કે ટ્રેકટર માર્ચને કોણ રોકશે? પોલીસ તો તિરંગા ઝંડા હાથમાં લઈને ટ્રેકટરને સેલ્યુટ કરશે, દેશને ગણતંત્ર દિવસ મનાવવાનો અધિકાર છે અને કોઈના બાપની જાગીર નથી ગણતંત્ર દિવસ. આ વખતે હિન્દુસ્તાનનો ખેડૂત દેશનો ગણતંત્ર દિવસ મનાવશે. દુનિયાની સૌથી મોટી પરેડ આપણે મનાવીશું. ખેડૂતો અહીં દિલ્હીમાં આવશે, તો કોણ રોકશે તેમને, જો કોઈએ ટ્રેકટરને રોકવાની કોશિશ કરી છે તો અમે તેનો ઈલાજ કરી દઈશું. 

સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કોઈ પણ આદેશ આપવાથી ઇનકાર કર્યો હતો 

ખેડૂતો નું કહેવું છે કે તેઓ તો જવાનોનો મનોબળ વધારવા માટે આ માર્ચ કરવા માંગે છે અને આ મુદ્દે તેમને પોલીસને ખાતરી આપી છે કે  કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કોઈ પણ રીતે જોખમાવા નહિ દે. મહત્વનું છે કે ટ્રેકટર રેલીના મુદ્દે દિલ્હી પોલીસે સુપ્રીમમાં અરજી કરી હતી પરંતુ સુપ્રીમે આ મુદ્દે કોઈ પણ આદેશ આપવાનો ઇન્કાર દીધો હતો અને દિલ્હી પોલીસને પોતાની રીતે નિર્ણય લેવાનું કહ્યું હતું. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Farm Laws 2020 Republic Day farmers protest ખેડૂત આંદોલન ખેડૂતો Warning
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ