વિરોધ / જેતપુરમાં ખેડૂતોએ કપાસ બાદ હવે ડુંગળી ફેંકીને વિરોધ નોંધાવ્યો, અતિવૃષ્ટિથી ડુંગળી બગડતા ફેંકી

જેતપુરમાં ખેડૂતોએ કપાસ બાદ હવે ડુંગળી ફેંકીને વિરોધ નોંધાવ્યો છે. અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ડુંગળીના પાકને નુકસાન થયુ છે. ખેડૂતે 5 વીઘા ખેતરમાં ડુંગળીનું વાવેતર કર્યુ હતુ. રોગ લાગવાના કારણે પાક નિષ્ફળ થયુ છે. જેના કારણે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એક તરફ ડુંગળીના ભાવ વધી રહ્યા છે. જેથી લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોએ વિરોધ કરતા પ્રતિક્રિયા આપી છે કે, ઘણા વર્ષો પછી ડુંગળીના ભાવમાં વધારો થયો છે. અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. જેથી લોકોનો વિરોધ કરવુ તે યોગ્ય નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ