બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 09:42 AM, 5 September 2021
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર દ્વારા આ પેન્શન યોજના દેશના ખેડૂતો માટે ચલાવવામાં આવી રહી છે. આમાં 60 વર્ષની ઉંમર પછી ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાની સુવિધા આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ખેડૂત જેટલું પ્રીમિયમ ચૂકવશે તેટલી જ રકમ સરકાર પણ આપશે. તેનું લઘુતમ પ્રીમિયમ 55 રૂપિયા અને મહત્તમ 200 રૂપિયા છે. જો કોઈ વ્યક્તિ પોલિસી છોડવા માંગે છે તો તે ખેડૂતને જમા રકમ અને વ્યાજ મળશે. જો ખેડૂતનું મૃત્યુ થઈ જાય તો તેની પત્નીને દર મહિને 1500 રૂપિયા મળશે.
ADVERTISEMENT
તમે પૈસા ચૂકવ્યા વગર પણ યોજનાનો લાભ લઈ શકો છો
જો કોઈ ખેડૂત પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યો છે તો તેની પાસેથી કોઈ દસ્તાવેજ લેવામાં આવશે નહીં. આ યોજના હેઠળ ખેડૂતો પીએમ કિસાન યોજનામાંથી મળતા લાભોમાંથી સીધા યોગદાન આપવાનું પસંદ કરી શકે છે. આ રીતે તેણે પોતાના ખિસ્સામાંથી સીધા પૈસા ખર્ચવા પડશે નહીં.
આ યોજનાનો લાભ કોણ લઇ શકે છે
કેસીસીનો પણ ફાયદો મળી શકે છે
મોદી સરકારની આ યોજનાનો લાભ એ તમામ ખેડૂતોને મળી શકે છે જે પીએમ કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યાં છે. કેન્દ્ર સરકાર પીએમ કિસાનના લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ અને પીએમ કિસાન માનધન યોજનાનો લાભ પણ આપી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.