ભાકિયૂના મહાસચિવે કહ્યું કે અનેક વિસ્તારોમાંથી આંદોલનમાં સામેલ થવા માટે ખેડૂતો દિલ્હી જઈ રહ્યા છે. 700-800 ટ્રેક્ટરો સાથે રવિવારે ટિકરી બોર્ડર પર પ્રદર્શન કરાશે અને સાથે 2 ફેબ્રુઆરીમાં સુધી ઐતિહાસિક ભીડ જમા થશે.
ખેડૂત આંદોલન બન્યું વધારે ઉગ્ર
પંજાબથી હજારો કિસાનો દિલ્હી રવાના
2 ફેબ્રુઆરી સુધીમાં ઐતિહાસિક ભીડ થશે જમા
દિલ્હીમાં ગણતંત્ર દિવસે ખેડૂત આંદોલનના સ્વરૂપને નબળું માની લેવાયું હતું તેના કારણે હવે ખેડૂતોએ નવી શરૂઆત કરી છે અને આંદોલનને વધારે ઉગ્ર બનાવ્યું છે. શનિવારે અનેક વિસ્તારોથી ખેડૂતો આંદોલનમાં સામેલ થવા ગામથી નીકળ્યા છે અને સાથે રાજધાની પહોંચશે. અહીં તેઓ આજે કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં પ્રદર્શન કરશે.
શનિવારે ખેડૂતોએ કર્યો દાવો
અનેક ખેડૂત નેતાઓએ દાવો કર્યો કે વધુ ને વધુ ખેડૂતો દિવ્હી આવી રહ્યા છે અને 2 ફેબ્રુઆરીએ રાજધાનીની સીમાઓ પર ખેડૂચ સંગઠન અને મજૂરોની ઐતિહાસિક ભીડ જમા થશે. આ સાથે ભારતીય કિસાન યૂનિયનના અધ્યક્ષ બલબીર સિંહે કહ્યું કે દિલ્હીની સીમા પર 2 ફેબ્રુઆરીએ વધારે ભીડની આશા છે.
શનિવારે પંજાબના સંગરૂર અને મોહાલીમાં ખેડૂત અને કૃષિ મજૂરોને ખેડૂત આંદોલનને માટે ભૂખ હડતાલ કરી હતી. પંજાબના 14 જિલ્લામાં 40 સ્થળોએ પ્રદર્શન કારીઓએ નવા કાયદાના વિરોધમાં કેન્દ્રના પૂતળાં ફૂંક્યા, અનેક ક્ષેત્રથી લોકો આંદોલનમાં સામેલ થવા દિલ્હીની સીમા પર જઈ રહ્યા હતા. તેઓએ કહ્યું કે ઓછામાં ઓછા 700-800 ટ્રેક્ટરનો જથ્થો રવિવારે ટીકરી બોર્ડર પર પ્રદર્શન માટે રવાના થયો છે.
2 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ખેડૂતોની ઐતિહાસિક ભીડનો દાવો કરાયો છે. આ માટે ખેડૂતો પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ , રાજસ્થાન અને ઉત્તરાખંડથી આવશે.