વીજ કનેક્શન ન મળતા ખેડૂતે કરી આત્મહત્યા! તંત્ર ઉતર્યુ બચાવમાં...

By : hiren joshi 10:58 PM, 17 May 2018 | Updated : 10:58 PM, 17 May 2018
જામનગર: ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામના ખેડૂતે બિયારણ લેવાની અસમર્થતા અને વીજ તંત્રના વાંકે ખેડૂતે આપઘાત કરી લીધો. સરકારની ખેડૂતલક્ષી નીતિના લીરે લીરા ઉડી ગયા. બીજી તરફ વીજ તંત્ર અરજીઓનો ભરાવો હોવાથી તત્કાલ કનેક્શન આપવામાં નથી આવતું તેવો બચાવ કરી રહ્યું છે.

૧ જે ખેડૂતે આપઘાત કર્યો છે તે ખેડૂતની વીજ જોડાણના નામ ફેરબદલીની કોઈ અરજી પેન્ડીંગ નથી. તેવું વીજ તંત્ર જણાવી રહ્યું છે. બીજું ખેડૂત મનસુખભાઈના નામે એક ખેતીવાડી વીજ જોડાણ છે જ. અને નવા કનેક્શન માટે તાજેતરમાં અરજી પણ કરી છે.

પરંતુ વીજ તંત્ર પાસે હાલ વીજ કનેક્શન માટે તોતિંગ અરજીઓનો ભરાવો થઇ ગયો છે. વાત ધ્રોલ તાલુકાની કરવામાં આવે તો અહી વર્ષ ૨૦૧૪માં જે ખેડૂતોએ અરજીઓ કરી છે. તેઓને આ વર્ષે નવા કનેક્શન આપવામાં આવશે.

એક તરફ વીજ કનેક્શન આપવા માટે તંત્ર પાસે પુરતી વ્યવસ્થા નથી એ પેન્ડીંગ અરજીઓ પરથી સાબિત થાય છે. વાત ધ્રોલ સર્કલની કરવામાં આવે તો પીજીવીસીએલ દ્વારા આ વિસ્તારમાં આઠ હાજર ખેતીવાડી વીજ જોડાણ માટેની અરજીઓ પેન્ડીંગ છે.

આ અરજીઓ પૈકી પોણા ભાગની અરજીઓનો નિકાલ કરવાનો તંત્રએ ટાર્ગેટ નક્કી કર્યો છે. એ શક્યતાથી જોજનો દુરની વાત લાગે છે. જે ગતિથી વીજ તંત્ર કામગીરી કરી રહ્યું છે તે ગતિએ મૃતક ખેડૂતને ચાર વરસે વીજ જોડાણ મળે.Recent Story

Popular Story