વાયુ /
વાવાઝોડાના કારણે અન્નદાતાને મોટી થપાટ, ભારે પવન ફૂંકાતા કેળ, કેરી અને નાળિયરીના ઉભા પાકને નુકસાન
Team VTV06:24 PM, 13 Jun 19
| Updated: 06:25 PM, 13 Jun 19
વાયુ વાવાઝોડુ ભલે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારની નજીક થઈને આગળ વધી રહ્યું હોય. તેમ છતાં કેટલાક વિસ્તારોમાંથી પવનને કારણે નુકસાન થયાના સમાચાર સામે આવ્યા છે. ભારે પવન અને વરસાદના કારણે અન્નદાતાને પણ મોટી થપાટ પડી છે. કારણ કે, પવન સાથે વરસાદ પડતા કેરી અને કેળના પાકને નુકસાન પહોંચ્યું છે. ચોમાસાનું શરૂઆતમાં જ આ પ્રકારનું નુકસાન ખેડૂતોને ભારે પડી શકે છે. કારણ કે, કેરી અને કેળ એ બંને એવા પાક છે જે. વર્ષે એક વખત લઈ શકાય છે.
ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેને લઇને ખેડૂતોના ઉભા પાક ઢળી પડ્યા છે. ભારે પવનના કારણે કેળ, નાળિયેરી, આંબા સહિતના પાકને નુકસાન થયું છે. ગીર સોમનાથ જિલ્લામાં મોટા પ્રમાણમાં નુકસાન થયાના સમાચાર સામે આવી રહ્યા છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર, 50 ટકાથી વધુ પાકને નુકસાની થઇ છે. જોકે હજુ નુકસાનીના આંકડા સામે નથી આવ્યા પરંતુ અનેક વિસ્તારમાં ખેડૂતો અને લોકોને નુકસાન થવાના સમાચાર સામે આવી રહ્યા છે.
મહત્વનું છે કે વેરાવળ, સુત્રાપાડા સહિતના દરિયાકાંઠાના કેટલાક મકાનોને નુકસાન થયું છે. કાચા મકાનોના છાપરા ઉડી ગયા છે, કાચી દિવાલો ધરાશાયી થઇ છે. કેટલીક જગ્યાઓ પર ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. જોકે હજુ મોટી ઇમારતો, ઇન્ડસ્ટ્રીજોને નુકસાન થવાના આંકડા સામે નથી આવ્યા.
ઉલ્લેખનીય છે કે, હજુ પણ પવનની ગતિ વધી શકે છે ત્યારે તંત્ર પણ સતર્ક છે. ગઇકાલે દરિયાની બાજુમાં વસતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તો આજે પણ કેટલાક વિસ્તારોમાં લોકોને મકાન ખાલી કરવા માટે સૂચનો આપવામાં આવ્યા છે.
જોકે, સુત્રાપાડા સહિતના કેટલાક વિસ્તારોમાં ઘર ખાલી કરાવવાનું કામ કરવામાં આવ્યું હતું. ત્યારે કેટલાક લોકો પોતાનું મકાન છોડવા તૈયાર ન હતા. ત્યાર બાદ તેમને સમજાવ્યા બાદ સુરક્ષિત સ્થળો પર લઇ જવાયા હતા. ગાંધીનગરથી સૂચના આપવામાં આવી છે. હજુ પણ તમામ શેલ્ટર હોમ પરના લોકોને જેતે જગ્યા ન છોડવાનું કહેવામાં આવ્યું છે.
ક્રિકેટ વર્લ્ડ કપનો ફીવરમાં ભારત સહિતના દુનિયાભરના ક્રિકેટ ફેન્સમાં છવાયેલો છે. ત્યારે ટેક જાયન્ટ ગુગલના ભારતીય મુળના સીઇઓ સુંદર પિછાઇએ એવી ભવિષ્યવાણી કરી છે કે વર્લ્ડ કપની ફાઇનલ ભારત...