ખેડૂતોના વિવિધ સંગઠનો દ્વારા વિરોધ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. 30થી વધુ સંગઠનો ગુજરાતના ગામડે જઈને સરકારનો વિરોધ કરવાનું બીડુ ઝડપ્યું છે.
કૃષિ કાયદાને લઇ ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન
"30 ખેડુત સંગઠનો રાજકોટમાં ઉપસ્થિત"
"સરકાર રોકવા હોય તો રોકે અમે સંમેલન કરીશું"
સૌરાષ્ટ્રના અલગ અલગ ખેડૂત સંગઠનની બેઠક મળી હતી
સૌરાષ્ટ્રના અલગ અલગ 30 જેટલા ખેડૂત સંગઠનની બેઠક મળી હતી. નીલસીટી ક્લબ ખાતે ખેડૂત સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. પાલ આંબલિયા,ઈન્દ્રનીલ રાજ્યગુરુ સહિત હોદ્દેદારો ઉપસ્થિત હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરૂની ખેડૂત નેતાઓ સાથે મહત્વની બેઠક કરી છે. આંદોલન અને ખેડૂતોના પ્રશ્નોને લઈ ચર્ચા કરવામાં આવી.
સૌરાષ્ટ્રના ગામડાઓમાં પ્રવાસ પણ કરશુ
રાજકોટમાં સૌરાષ્ટ્રના ખેડૂત સંગઠનોની બેઠક મળી હતી. ખેડૂત આંદોલનના સમર્થનમાં કિસાન સંઘર્ષ સમિતિની પ્રેસ કોંફરન્સ યોજાઈ હતી. રાજ્યમાં ખેડૂતો મુદ્દે પાલ આંબલીયાનું નિવેદન સામે આવ્યું છે. પાલ આંબલિયાએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં 3 જગ્યાએ ખેડુત સમેલનો કરાશે. 30 જેટલા ખેડુત સંગઠનો રાજકોટમાં ઉપસ્થિત રહેશે. સરકાર રોકવા હોય તો રોકે અમે સંમેલન કરીશુ અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં પ્રવાસ પણ કરશુ.
કૃષિ કાયદાને લઇ ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન યથાવત છે. ખેડૂત સમાજના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ ચેતન ગઢીયાએ પત્રિકા વહેંચી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂત આગેવાન પાલ આંબલીયાએ પણ કાયદાનો વિરોધ કર્યો હતો. કૃષિ કાયદાનો વિરોધ કરતા ચેતન ગઢીયાને નજરકેદ કરાયા હતા જેને લઈને તેમણે હું નજરકેદ છુંનું બેનર પહેરી વિરોધ નોંધાવ્યો હતો. આ મુદ્દે ચેતન ગઢિયાએ કહ્યું કે, ખેડૂતોને વિરોધનો અધિકાર છે. ખેડૂતો સાથે આતંકી જેવું વર્તન કરાતું હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો.