ખેડૂતોની કૃષિ કાયદાને લઈને લડાઈ ચાલી રહી છે ત્યારે ખેડૂતો આવતીકાલે દેશભરમાં ચક્કાજામ કરશે, તેની અસર દિલ્હી એનસીઆરમાં નહીં થાય તેમ પણ તેઓએ જણાવ્યું છે.
કૃષિ કાયદાને લઈને ખેડૂતોનો ઉગ્ર વિરોધ
આવતીકાલે દેશભરમાં થશે ચક્કાજામ
ખેડૂત આંદોલનની અસર દેખાશે દેશભરમાં
6 ફેબ્રુઆરીએ ખેડૂતોનું ચક્કાજામ
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ પહેલાંથી જ ચક્કાજામની જાહેરાત કરી છે. દેશભરમાં આવતીકાલે બપોરે 12-3 વાગ્યા સુધી 3 કલાક માટે ચક્કાજામ કરાશે. આ સાથે સંગઠને દાવો કર્યો છે કે દિલ્હી- એનસીઆરમાં તેની અસર જોવા મળશે નહીં.
सरकार पहले की तरह कमेटी (संयुक्त किसान मोर्चा) से बात कर ले। लेकिन वे (सरकार) बात नहीं कर रहे क्योंकि वे इस आंदोलन को लंबा चलाना चाहते हैं। हम बातचीत के लिए कहते रहेंगे कि बात करो: राकेश टिकैत #FarmersProtestpic.twitter.com/K8uogdYuan
ભારતીય ખેડૂત યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે ખેડૂત આંદોલનને લઈને એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરી છે. રાકેશ ટિકૈતે કહ્યું કે આંદોલન હજુ નબળું નથી થયું. અમારી લડાઈ સતત ચાલુ છે. રાકેશે કહ્યું કે અમારો દિલ્હીને ઘેરવાનો કોઈ પ્લાન નથી પરંતુ અમે કોઈ દબાણમાં ઝૂકવા નથી માંગતા.
It's ideological revolution, doesn't run on phone-WhatsApp. It's a revolution against sale of crops on half price...Agitation going on fine. We won't leave just like that. Dilli Police ki saari keel kaat ke jaaenge: Rakesh Tikait, Bharatiya Kisan Union on suspension of internet pic.twitter.com/Mwl6olhw9M
ખેડૂત નેતા રાકેશ ટિકેત બોલ્યા કે ખેડૂત- જવાનોને જે રીતે ભીડાવી દેવાયા છે તે ખોટું છે. જો સરકાર ઈચ્છે કે દબાણથી આંદોલન ખતમ થઈ જશે તો એવું નહીં થાય. વાતચીતથી આંદોલન ખતમ થશે. અમે અમારા મુદ્દાઓ પર અડેલા છીએ. દિલ્હીમાં ઘૂસવાનો અમારો કોઈ પ્લાન નથી.
6 ફેબ્રુઆરીએ દિલ્હી- એનસીઆરની પાસે ચક્કા જામ નહીં થાય
6 ફેબ્રુઆરીના ચક્કા જામને લઈને ટિકેતે કહ્યું કે દિલ્હી- એનસીઆરની પાસે એવું કંઈ નહીં થાય. ખેડૂત પોત પોતાની જગ્યાએ રસ્તા બંધ કરશે અને પ્રશાસનને જ્ઞાપન સોંપશે. દિલ્હીની સીમાઓ પર લાગેલા બેરિકેડિંગ અને કિલ્લા પર રાકેશ ટિકૈતે કહ્યું કે અમે તો દિલ્હી જઈ જ નથી રહ્યા.
ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ
દેશભરમાં ચક્કાજામ કરવાના કિશાન મોરચાના એલાન બાદ ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. ખેડૂત આંદોલન જેમ જેમ વિકરાળ બની રહ્યું છે તેમ હવે જાટોનું સમર્થન કરવા માટે દુષ્યંત ચૌટાલા પર દબાણ વધી રહ્યું છે. રાજ્યની વિપક્ષી પાર્ટીઓ અને ખેડૂતો તરફથી દુષ્યંત પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે. રાકેશ ટિકૈતે કહ્યું કે અમે દેશના વડાપ્રધાનનું સન્માન કરી છે અને આ મુદ્દાનું સમાધાન આવે તે અમારી ઈચ્છા છે. પરંતુ બંદૂકના દમ પર વાતચીત નહીં થાય. અમે વાતચીત કરીશું પરંતુ સરકાર શરતો મૂકીને વાતચીત ન કરે.