farmer from Dinod village in Mangrol taluka of Surat district cultivates Pamoraja grass
આત્મનિર્ભર /
એક વાર વાવો અનેક વાર લણો: સુરતના ખેડૂતે વાવ્યું ગજબનું ઘાસ, આધૂનિક ખેતીથી કરે છે લાખોની કમાણી
Team VTV11:33 PM, 03 May 22
| Updated: 08:11 AM, 04 May 22
પામારોજા ઘાસને માવજતની નથી જરૂર, ઢોર, ભૂંડ, નિલગાય નથી પહોંચાડતા નુકસાન
'પામારોજા'થી માલમાલ
સુરતના ખેડૂતે કરી આધૂનિક ખેતી
ઘાસને સ્ટીમ કરી તૈયાર કરાય છે તેલ
આજે વાત કરીશું સૌરાષ્ટ્રના એક પ્રગતિશીલ ખેડૂતની.જેણે ખેતીમાં પરિવર્તન લાવવા દક્ષિણ ગુજરાતના એક ગામને પસંદ કર્યું. અને 80 વિઘા ખેતરમાં એવી અનોખી ખેતી કરી કે જેનાથી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે.આ ખેતીમાં 100 ટકા નફો છે.મહેનત ઓછી અને ઉત્પાદન જાજું.
પામારોજા વાવો, ચિંતામુક્ત રહો
સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના દીણોદ ગામના, અને ખેતરમાં લહેરાઈ રહેલા આ છાોડનું નામ છે પામારોજા. આમ તો અહીં શેરડી, શાકભાજી અને બાગાયતમાં કેરીની ખેતી થતી હોય છે. પણ સૌરાષ્ટ્રના જૂનાગઢના પ્રગતિશીલ ખેડૂત મહેદ્રભાઈએ ખેતીમાં પરિવર્તન લાવવા આધૂનિક ખેતી કરી છે.
વેચાણ માટે નથી શોધવું પડતું માર્કેટ
મહેદ્ર ભાઈએ આધુનિક ખેતી માટે ઉત્તરપ્રદેશના લખનઉ કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. જ્યાં પામારોજા ઘાસની ખેતી અંગે જાણવા મળ્યું.લખનઉમાં ટ્રેશનગ લીધા બાદ તેમણે માંગરોલના દિણોદ ગામમાં 80 વિઘા જમીનમાં પામારોજાની ખેતી કરી. આ છાોડ એક વાર વાવ્યા બાદ 6 વર્ષ સુધી ચાલે છે. અને દર 3 મહિને ઘાસ તૈયાર થઈ જાય છે તૈયાર થયેલા ઘાસને બોઈલરમાં પ્રોસેસ કરીને તેલ બનાવવામાં આવે છે. ત્યાર બાદ આ તેલનો ઉપયોગ ઔષધિ બનાવવા, સુગંધિત દ્રવ્ય કોસ્મેટિક વસ્તુ, પરફ્યૂમ, સાબુ, શેમ્પુમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે.
તેલથી બને છે બહુઉપયોગી ઔષધી
મહેદ્રભાઈ દક્ષિણ ગુજરાતના પ્રથમ ખેડૂત છે જેમણે પામારોજાની ખેતી કરી છે. આ પામારોજાનું બિયારણ કચ્છના રાપરથી મંગાવવામાં આવ્યું હતું.આ ખેતી એટલી સરળ છે કે એકવાર ખર્ચ કર્યા બાદ 7 વર્ષ સુધી ખર્ચ આવતો નથી. અને ઘાસ એક વાર કાપ્યા બાદ પુનઃ ઉગી જાય ચે. અતિવૃષ્ટિ હોય કે જંગલી ભૂંડ કે ઢોરથી પણ આ ઘાસને કોઈ નુકસાન થતું નથી. ઘાસમાંથી તૈયાર થતું તેલ પ્રતિ 1 કિલો 2500થી 2700 રૂપિયામાં વેચાય છે. એટલું જ નહીં તેલ વેચવા માટે કોઈ બજાર શોધવા પણ જવું પડતું નથી. તેલની માંગ એટલી બધી છે કે સામેથી જ ઓર્ડર મળી જાય છે. વળી આ કામમાં માણસ ઓછા રાખવા પડે છે જેથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને નફો કમાઈ શકાય છે.
આત્મનિર્ભર ખેડૂત
સૌથી મહત્વની વાત તો રહી જ ગઈ.આ ઘાસ પ્રોસેસ કર્યા બાદ પણ જે વેસ્ટ બચે છે તેને ઈંધણ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. એટલે કે પામારોજાની ખેતી કરી તો 100 ટકા ચોખ્ખો નફો તો ખરો જ.પ્રગતિશીલ ખેડૂત મહેદ્ર પટેલ પામારોજાની ખેતી કરીને લાખો રૂપિયા કમાઈને આત્મનિર્ભર બન્યા છે.સાથે જ અન્ય ખેડૂતો માટે પણ માર્ગદર્શક બન્યા છે.