બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / farmer built a new machine to reduce the cost of farming
Shyam
Last Updated: 11:12 PM, 22 July 2021
ADVERTISEMENT
ખેતી આધુનિકની સાથે-સાથે મોંઘી અને ખર્ચાળ પણ થતી જઈ રહી છે. કારણ કે, આપણે હવે ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધી રહ્યા છીએ. અને આપણી પરંપરાગત ખેતીને ભૂલી ગયા છીએ. બળદ દ્વારા થતી ખેતીને આપણે ખતમ કરી નાખી છે. તેવામાં આ ખર્ચાળ માહોલમાં મોડાસાના એક ખેડૂતો એવું મશિન તૈયાર કર્યું છે. જે માત્ર 30 રૂપિયાના નજીવા ખર્ચે 1 વીઘા જમીનમાં ખેડ કરી શકે છે. ત્યારે કેવું છે આ મશિન આવો તે પણ જોઈએ.
ADVERTISEMENT
આપણે વધુ ઝડપી અને સારા ઉત્પાદન પાછળ એટલા ઘેલા થયા કે, આજે બળદ દ્વારા ખેતી ભાગ્યે જ કોઈ કરે છે. કારણ કે, ઔદ્યોગિક વિકાસ સાથે ઔદ્યોગિક યંત્રોએ ખેતી પર પક્કડ બનાવી છે. પરંતુ આજે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના કારણે આધુનિક સાધનો વડે ખેતી કરવી પણ મોંઘી બની છે. ટ્રેક્ટર દ્વારા ખેતી કરવી પોસાઈ તેમ નથી. ત્યારે મોડાસાના ઉમેદપુર ગામના ઈશ્વરભાઈ પટેલ નિંદામણ માટે એક આધુનિક મશિન વિક્સાવ્યું છે. એવું મશિન જેનાથી ચોમાસું પાકમાં નિંદામણ તો થાય જ છે.. પરંતુ તેની સાથે-સાથે ખર્ચ પણ માત્ર નહીવત થાય છે.
તમે ખુદ આ મિશનને જુઓ. ચોમાસું મગફળીની અંદર નિંદામણ કરવામાં આવી રહી છે. મશીન ચલાવવું પણ ખુબ સરળ છે. હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે. તેવામાં ટ્રેક્ટર દ્વારા થતી ખેડ કે, નિંદામણ મોંઘા થયા છે. જેના કારણે ખેડૂતોને તે પોસાઈ તેમ નથી. તેવામાં ઈશ્વરભાઈનું આ મશિન ખેડૂતો માટે ફાયદા કારક સાબિત થઈ રહ્યું છે. મશિન દ્વારા ખેડ માટે બુકિંગો થઈ રહ્યા છે.
ઈશ્વરભાઈના આ મશિનને જોયા બાદ અનેક ખેડૂતો આ પ્રકારે મશિન બનાવવા માટે માર્ગદર્શન મેળવવા માટે પણ આવી રહ્યા છે. કારણ કે, આ મશિન એક વખત તૈયાર થયા બાદ તેમના માટે વરસાદન રૂપ જ છે. કારણ કે, તેમાં ખર્ચો ઓછો અને ફાયદો વધુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.