બ્રેકિંગ ન્યુઝ
VTV / Farm leader Rakesh Tikait's convoy attacked in Rajasthan's Alwar, protesting farmers block Ghazipur border
Last Updated: 08:58 PM, 2 April 2021
ADVERTISEMENT
સદનસીબે હુમલામાં કોઈને જાનમાલનું કોઈ નુકશાન થયું નથી. રાકેશ ટિકૈત જ્યારે અલવરમાં એક જનસભાને સંબોધિત કરવા જઈ રહ્યાં તે દરમિયાન તેમની પર હુમલો થયો હતો. તતારપુર ચોકડી પર તેમનો કાફલો પહોંચ્યો ત્યારે ભીડે ટિકૈતના કાફલા પર પથ્થરમારો કર્યો હતો અને તેમાં ટિકૈતની કારના કાચ તૂટી ગયા હતા.
Rajasthan: Convoy of Bharatiya Kisan Union leader Rakesh Tikait's was attacked at Tatarpur Chowk, Alwar, today
— ANI (@ANI) April 2, 2021
Four persons have been detained, in connection with the incident; further investigation underway, say police pic.twitter.com/m1dAzasJMB
ADVERTISEMENT
ભાજપના ગૂંડાઓએ હુમલો કર્યો- રાકેશ ટીકૈત
રાકેશ ટીકૈતે પોતાની પર થયેલા હુમલાને ભાજપના ગૂંડાનું કારસ્તાન ગણાવ્યું. તેમણે કહ્યું કે ભાજપના ગૂંડાઓએ મારી પર હુમલો કર્યો છે.
હુમલો કરનાર કુલદીય યાદવ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાના ખાસ માણસ
ભારતીય કિસાન યુનિયનના મીડિયા પ્રભારી ધર્મેન્દ્ર મલિકે જણાવ્યું કે રાજસ્થાનના અલવરના તાતારપુર ચોકડી પર રાકેશ ટિકેત પર હુમલો થયો જેમાં તેમની ગાડીનો કાચ તૂટી ગયો. તેમણે આક્ષેપ કર્યો કે હુમલો કરનાર કુલદીય યાદવ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાના ખાસ માણસ છે. હાલમાં તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો કાર્યકર છે. અમે આવી ઘટનાઓથી ડરવાના નથી.
राजस्थान के अलवर जिले के ततारपुर चौराहा, बानसूर रोड़ पर भाजपा के गुंडों द्वारा जानलेवा पर हमला किए गए, लोकतंत्र के हत्या की तस्वीरें pic.twitter.com/aBN9ej7AXS
— Rakesh Tikait (@RakeshTikaitBKU) April 2, 2021
ખેડૂતોએ ગાઝીપુર બોર્ડર હાઈવે જામ કરી નાખ્યો
રાકેશ ટિકૈત પર હુમલાની ખબર દિલ્હી બોર્ડર પર પહોંચતા ખેડૂતો ગુસ્સે થઈ ઉઠ્યાં અને ગાઝીપુર બોર્ડર હાઈવેને જામ કરી દીધો હતો. જોકે તંત્ર દ્વારા દિલ્હી બોર્ડર ખોલી દેવામાં આવી હતી. કિસાન આંદોલનના મંચ પરથી આ હુમલા બદલ ભાજપને જવાબદાર ઠેરવાયો.
અલવર પોલીસે ચાર લોકોની ધરપકડ કરી
અલવર પોલીસે જણાવ્યું કે રાકેશ ટિકેતના કાફલા પર થયેલા હુમલા કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.