કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ પીએમ મોદી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે. ખેડૂતોએ વિપક્ષને ગુમરાહ કરવાના આરોપને લઈને નારાજગી દેખાડી છે. સાથે તેઓ કૃષિ કાયદા પરત લેવાની માંગ પર અડી રહ્યા છે. અખિલ ભારતીય સંઘર્ષ સમન્વય સમિતિની તરફથી કહેવાયું છે કે આ પત્ર પીએમ મોદીના આરોપ અને કૃષિ મંત્રીના પત્રનો જવાબ છે.
સરકારના પ્રહારો સામે ખેડૂતોનો વળતો જવાબ
આંદોલનને રાજકીય પીઠબળ હોવાના આક્ષેપ લાગ્યા હતા
ખેડૂતોએ કહ્યું આંદોલન બિન રાજકીય છે
પીએમને સંબોધિત કરતા પત્રમાં ખેડૂચોએ લખ્યું કે દુઃખ સાથે આપને કહેવુ પડે છે કે ખેડૂતોની માંગને ઉકેલવાનો દાવો કરતા કરતા જે હુમલો 2 દિવસથી તમે ખેડૂતોની માંગ અને આંદોલન કરવા માટે શરૂ કર્યો છે તે દેખાડે છે કે તમે ખેડૂતો માટે કોઈ સહાનુભૂતિ રાખતા નથી. તમે તેમની સમસ્યાઓને હલ કરવાનો ઈરાદો કદાચ બદલી ચૂક્યા છો. તમારા દ્વારા કહેવાયેલી દરેક વાતો તથ્ય હીન છે.
ખેડૂતોએ સરકાર પર કર્યા પ્રહાર
ખેડૂતોએ કહ્યું કે તેનાથી પણ ગંભીર વાત એ છે જે તમે કહી છે એ દેશ અને સમાજમાં ખેડૂતોની યોગ્ય માંગ અને સતત રીતે છેલ્લા 6 મહિનાથી તમારી સમક્ષ લેખિત રીતે રાખવામાં આવતી હતી. દેશમાં કરાયેલા શાંતિપૂર્ણ આંદોલનને પ્રતિ અવિશ્વાસની સ્થિતિ જન્માવી શકે છે. આ કારણે અમે તમને આ ખુલ્લા પત્ર દ્વારા અમારી પ્રતિક્રિયાઓ મોકલીએ છીએ જેથી તમે તેની પર કોઈ પૂર્વગ્રહ વિના ધ્યાન આપી શકો.
कृषि कानूनों के खिलाफ किसान प्रदर्शनकारी आज 24वें दिन भी सिंघु बाॅर्डर पर डटे हुए हैं। एक 80 वर्षीय प्रदर्शनकारी रूमी राम ने बताया, "बहुत मुश्किल हो रही है लेकिन सरकार किसानों के बारे में नहीं सोच रही है।" #FarmersProtestpic.twitter.com/W9wcogPaWU
ખેડૂત સંગઠનોએ કહ્યું કે તમે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં આયોજિત સંમેલનમાં જઈને કહ્યું કે ખેડૂતોને વિપક્ષી દળો ગુમરાહ કરી રહ્યા છે, તેઓ કાયદા માટે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. આ કાયદા લાંબા સમયથી દરેક દળો દ્વારા આ પરિવર્તનના પક્ષમાં સંમતિ લીધા બાદ અમલામાં લવાયા છે. જે કેટલીક વિશિષ્ટ સમસ્યાઓ આ કાયદામાં હતી અને આ આંદોલન ખાસ વિરક્ષી દળો દ્વારા સંગઠિત છે, તમારી આ ખોટી ધારણાઓ અને નિવેદન ખોટી જાણકારીથી પ્રેરિત છે અને તમારે સત્ય જાણવું જોઈએ.
શહીદ ખેડૂતોને લઈને કૃષિમંત્રીને કહી આ વાત
તો કૃષિમંત્રીને સંબોધિત કરતાં ખેડૂતોએ કહ્યું કે દેશના કૃષિ મંત્રી હોવાના નાતે લોકો સાથે તમારી પાસેથી એવી આશા હતી કે 24 દિવસથી ચાલી રહેલા આ અનિશ્ચિત કાલીન
આંદોલનમાં શહીદ થયેલા 32 ખેડૂતોને તમે શ્રદ્ધઆંજલિ તો આપશો. પણ તમે સંવેદનહીનતાની પરાકાષ્ટા દેખાડી છે. તેમનો ઉલ્લેખ કરવાનું પણ જરૂરી સમજ્યું નથી. તમને ફરીથી આગ્રહ છે કે તમે આ ખેડૂત વિરોધી કાયદાને તરત પરત લો અને જે સુધારાની માંગ ખેડૂતો કરી રહ્યા છે તેની પર અમલ કરો.