બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / far the fridge should be from the wall most people make the mistake

સેફટી ટિપ્સ / દીવાલથી આટલું દૂર હોવું જોઈએ ફ્રિજ: વર્ષોથી ઘરમાં છે પણ મોટા ભાગના લોકો કરે છે ભૂલ

Manisha Jogi

Last Updated: 06:31 PM, 19 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમને ખબર છે કે, ફ્રિજ મુકવાની એક યોગ્ય રીત હોય છે. મોટાભાગે જોવા મળે છે કે, દીવાલને અડાડીને ફ્રિજ મુકવામાં આવે છે. જેનાથી ફ્રિજને અંદરથી ઠંડુ રાખવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે.

  • ફ્રિજ દીવાલને અડાડીને ના મૂકવું જોઈએ.
  • જેનાથી ફ્રિજે અંદરથી ઠંડુ રહેવા માટે વધુ મહેનત કરવી પડે છે.
  • ફ્રિજ દીવાલથી 6થી 10 ઈંચ દૂર હોવું જોઈએ.

લગભગ દરેક લોકોના ઘરમાં ફ્રિજ હોય છે, આ ફ્રિજ રસોડામાં, રૂમમાં અથવા હોલમાં રાખવામાં આવે છે. ફ્રિજ, ટીવી, કબાટ કે કંઈપણ હોય આ તમામ વસ્તુઓ જગ્યાના હિસાબે ફિટ કરવામાં આવે છે. મોટાભાગે જોવા મળે છે કે, દીવાલને અડાડીને ફ્રિજ મુકવામાં આવે છે. શું તમને ખબર છે કે, ફ્રિજ મુકવાની એક યોગ્ય રીત હોય છે. ફ્રિજ દીવાલને અડાડીને ના મૂકવું જોઈએ, દીવાલથી નિશ્ચિત અંતરે જ મુકવું જોઈએ. 

નિષ્ણાંતો જણાવે છે કે, ફ્રિજ દીવાલથી 6થી 10 ઈંચ દૂર હોવું જોઈએ. ફ્રિજ દીવાલથી આટલું દૂર શા માટે મૂકવું જોઈએ, તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. ફ્રિજને અંદરથી ઠંડુ રાખવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. આ પ્રોસેસ દરમિયાન ગ્રિલની પાછળથી ગરમી નીકળે છે, આ કારણોસર ફ્રિજ દીવાલને અડાડીને ના મૂકવું જોઈએ. 

 જો તમે પણ ફ્રિજને દીવાલથી અડાડીને મુકો છો, તો ફ્રિજમાંથી ગરમ હવા યોગ્ય પ્રકારે બહાર નહીં નીકળી શકે. જેનાથી ફ્રિજે અંદરથી ઠંડુ રહેવા માટે વધુ મહેનત કરવી પડે છે. આ કારણોસર ફ્રિજ વધારે વિજળીનો ઉપયોગ કરે છે. 

અન્ય ઉપકરણથી દૂર રાખો:

ફ્રિજને દીવાલથી દૂર રાખવું જોઈએ. જેની સાથે સાથે ફ્રિજ હીટર અથવા અન્ય ગરમીના સ્ત્રોત પાસે ના હોવું જોઈએ. જો તમે પણ આ પ્રકારે કરો છો તો તાપમાનમાં વધુ અંતર રહેશે. જેના કારણે ફ્રિજમાં વધુ કંડેન્સેશન પણ હોઈ શકે છે. ત્યારબાદ ફ્રિજ અંદરથી ભીનું થઈ જશે અને બરફ બનવા લાગશે. જે કોઈપણ ફ્રિજ માટે યોગ્ય નથી. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Fridge Safety Tips Fridge Space Tech News how to keep fridge lifestyle news safety tips Safety Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ