બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / fans welcomed the indian team with cake and firecrackers

Photos / શ્રીલંકા સામે શાનદાર જીત બાદ રાજકોટમાં ગરબા સાથે ટીમ ઈન્ડિયાનું સેલિબ્રેશન, સૂર્યા-હાર્દિક છવાયા

Vaidehi

Last Updated: 04:25 PM, 8 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્યકુમાર યાદવ મેન ઑફ ધ મેચ બન્યા છે ત્યારે ફેન્સમાં પણ હર્ષોલ્લાસનો માહોલ છે. જ્યારે ખેલાડીઓ મેચ રમીને હોટલ પહોંચ્યા ત્યારે ફેન્સે અદભૂત ધોરણે ટીમનું સ્વાગત કર્યું છે. જુઓ Photos.

  • સૂર્યકુમાર યાદવ બન્યાં મેન ઑફ ધ મેચ 
  • હોટલ પર થયું શાનદાર સ્વાગત
  • કેક કટિંગ સાથે ફોડવામાં આવ્યાં ફટાકડાં

શ્રીલંકા સામેની ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં સૂર્યકુમાર યાદવે શાનદાર પ્રદર્શન કર્યું છે. રાજકોટમાં રમાયેલી મેચમાં તેમણે 51 બોલમાં 112 રનની અણનમ ઇનિંગ રમી હતી.  આ શાનદાર જીત બાદ ટીમ હોટેલ સયાજી પહોંચી જ્યાં ખેલાડીઓનું ગરબા સાથે અદ્ભૂત ધોરણે સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે યાદવ હોટલ પહોંચ્યા ત્યારે જ ફટાકડા ફોડવામાં આવ્યાં અને સાથે જ  કેક કટિંગ કરી ઊજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ એક ફેનને પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો હતો. 

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણથી વધુ સદી ફટકારનાર બીજા ભારતીય 
સૂર્યકુમાર યાદવે 45 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેઓ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજા ભારતીય બની ગયા છે. એક ભારતીય તરીકે રોહિત શર્માના નામે T20માં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ છે. રોહિત શર્માએ વર્ષ 2017માં શ્રીલંકા સામે 35 બોલમાં સદી ફટકારી હતી. આ દરમિયાન સૂર્યકુમારે ટી20માં 46 બોલમાં સદી ફટકારનાર કેએલ રાહુલનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.

પ્લેયર ઓફ ધ મેચ 'સૂર્યા'
32 વર્ષનાં સૂર્યકુમારને પણ કરિયરનાં ખરાબ સમયમાંથી પસાર થવું પડ્યું હતું. તેમને રણજી ટ્રોફી દરમિયાન મુંબઈ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ ખરાબ પ્રદર્શનનાં કારણે 2014-15માં તેમની પાસેથી કેપ્ટનની કમાન છીનવાઈ ગઈ અને 2018-19 સીઝનથી પહેલાં જ ટીમથી બહાર કરી દીધું. જો કે ત્યારબાદ સારા પર્ફોર્મન્સનાં કારણે સૂર્યાની વાપસી થઈ અને ફરી કેપ્ટન બન્યાં. અને ગઈકાલની શ્રીલંકા સામેની મેચમાં તેમણે શાનદાર પર્ફોર્મન્સ આપ્યું અને મેન ઓફ ધ મેચ બન્યાં. ખેલાડીઓ સહિત ફેન્સમાં સૂર્યાની બેટિંગનાં વખાણ થઈ રહ્યાં છે.

રાહુલ દ્રવિડે સૂર્યાનો લીધો ઈન્ટરવ્યૂ
સૂર્યાની આ ધમાકેદાર શતકીય ઈનિંગે તો હેડ કોચ રાહુલ દ્રવિડને પણ પોતાનો ફેન બનાવી દીધેલ છે. મેચ બાદ દ્રવિડે સ્ટાર બેટ્સમેન સૂર્યકુમારનો ઈન્ટરવ્યૂ લીધો હતો જેનો વીડિયો પણ લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. વીડિયોમાં દ્રવિડે કહ્યું કે મને વિશ્વાસ છે કે જ્યારે તમે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હશે ત્યારે મને બેટિંગ કરતાં નહીં જોયો હોય. આ સાંભળીને સૂર્યકુમાર હસવા માંડ્યા અને કહ્યું કે એવું નથી. મેં તમને બેટિંગ કરતા જોયું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Hardik pandya IND vs SL suryakumar yadav ક્રિકેટ ટી20 સીરિઝ Photos
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ