બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ પાસેથી જે અપેક્ષા હતી તે થયું. કિંગ ખાનની ફિલ્મ પઠાણની સુનામી બોક્સ ઓફિસ પર યથાવત છે. આ ફિલ્મે રિલીઝના 38માં દિવસે સૌથી મોટો રેકોર્ડ તોડ્યો છે. ફિલ્મ પઠાણે બાહુબલી 2 હિન્દી કલેક્શનને મ્હાત આપી છે. પઠાણ હિન્દી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ભારતમાં ફિલ્મનું નેટ બોક્સ ઓફિસ કલેક્શન 529.96 કરોડ થઈ ગયું છે. જ્યારે હિન્દીમાં પઠાણનું કલેક્શન 511.70 કરોડ છે.
પઠાણે બાહુબલી 2ને પાછળ છોડી
બાહુબલી 2નું હિન્દીમાં લાઈફટાઇમ કલેક્શન 511 કરોડ હતું. કારણ કે પઠાણ કમાણીના મામલે બાહુબલી 2 હિન્દી કરતા આગળ નીકળી ગઈ છે એટલે કિંગ ખાનના ચાહકો ખૂબ જ ખૂશ છે. બાહુબલી 2ના કલેક્શનને પછાડવું એ નાની વાત નથી. શાહરૂખ ખાનની કમબેક ફિલ્મે એ કરી બતાવ્યું જે આટલા વર્ષોમાં કોઈ અન્ય સુપરસ્ટાર કરી શક્યું ન હતું. વર્લ્ડવાઈડ માર્કેટમાં પણ પઠાણનો ડંકો વાગી રહ્યો છે. ફિલ્મની વર્લ્ડવાઈડ કમાણી 1026 કરોડ થઈ ગઈ છે.
Absence of notable / new films in the market gives #Pathaan a big boost… Numbers witness an upward trend on [sixth] Fri… Another strong weekend is on the cards… [Week 6] Fri 1.05 cr. Total: ₹ 511.70 cr. #Hindi. #India biz.
નવી ફિલ્મો ચાલતી નથી, પઠાણનો જલવો યથાવત
માર્કેટમાં આવેલી નવી ફિલ્મોને દર્શકો મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે, ત્યારે દેશ-વિદેશમાં પઠાણની કમાણી યથાવત છે. છ સપ્તાહ બાદ પણ આ પ્રકારે રેકોર્ડબ્રેક કમાણી કરવી તે પ્રશંસનીય છે. પઠાણ ભારતની નંબર 1 હિન્દી ફિલ્મ બની છે. બોલિવૂડ માટે આ ખૂબ જ ગર્વની વાત છે. કિંગ ખાનની પઠાણે રિલીઝ થયા બાદ ઘણા રેકોર્ડ તોડ્યા છે. કિંગ ખાને 4 વર્ષ બાદ પઠાણથી વાપસી કરી છે. અગાઉ તેની બેક ટુ બેક ફિલ્મો ફ્લોપ રહી હતી.
ફિલ્મ પઠાણને સિદ્ધાર્થ આનંદે બનાવી છે. પઠાણ યશરાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ છે. જેમાં કિંગ ખાને RAW એજન્ટનો રોલ કર્યો છે. જોન અબ્રાહમનો રોલ નેગેટિવ છે. દીપિકાએ ફિલ્મમાં ઘણું ગ્લેમર દેખાડ્યું છે.