Tuesday, July 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

નિવેદન / પ્રસંશકે કરી તમાકુની જાહેરાત ન કરવાની અપીલ, અજયે આપ્યો આવો જવાબ

પ્રસંશકે કરી તમાકુની જાહેરાત ન કરવાની અપીલ, અજયે આપ્યો આવો જવાબ

બોલિવુડ એક્ટર અજય દેવગન હાલમાં પોતાના અપકમિંગ ફિલ્મ 'દે દે પ્યાર દે'ના પ્રમોશનમાં બિઝી છે. ત્યારે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, ''તમાકુ પ્રોડેક્ટનો પ્રચાર નથી કરતો, તે તમાકુનો નહી પણ ઇલાયચીનો પ્રચાર કરે છે.''

વાસ્તવમાં એક દર્દીએ અજય દેવગને તમાકુનું પ્રમોશન ન કરવાની વિનંતી કર્યાના એક અઠવાડિયાની અંદર અજય દેવગને પોતાનો બચાવ કરતા કહ્યુ કે, તે સમાજમાં નકારાત્મક અસર કરે તેવી કોઇપણ પ્રોડક્ટને પ્રમોટ નથી કરી રહ્યો. અજયે બચાવમાં કહ્યુ કે, ''તે તમાકુ નહી, એલચીનો એડ કરે છે.''

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના 40 વર્ષના કેન્સરના દર્દી નાનકરામે અજય દેવગને સમાજના હિટમાં તમાકુની પ્રોડક્ટ્સ પ્રમોટ ન કરવાની જાહેરમાં અરજી કરી હતી. દર્દીએ કહ્યુ કે, અજય દેગવનનો ચાહક હતો અને અજય જેની  એડ કરે છે તે જ પ્રોડક્ટ યૂઝ કરતો હતો. હવે તેને અહેસાસ થયો છે કે તેની તેના જીવન પર કેટલીક નકારાત્મક અસર પડી છે. 

એક ઇન્ટરવ્યૂમાં અજયે જણાવ્યુ કે, મેં હંમેશાથી મારા કોન્ટ્રેક્ટમાં પણ એ વાત સ્પષ્ટ કરી છે કે હું તમાકુની એડ નથી કરતો. જે એડ છે તે એલચીની છે. મારો કોન્ટ્રેક્ટ જણાવે છે કે તેમાં તમાકુ નથી. આથી જો કંપની એ નામે કંઈ બીજુ વેચતી હોય તો મને નથી ખબર કે શું કરવું જોઈએ.” એક્ટરે એમ પણ કહ્યું કે તે પાત્રની માંગ ન હોય તો તે સ્ક્રીન પર પણ સ્મોકિંગ ટાળવાની કોશિશ કરે છે.

અજયે જણાવ્યું, ''મારી લેટેસ્ટ ફિલ્મ દે દે પ્યાર દેમાં હું સામાન્ય વ્યક્તિનું પાત્ર ભજવું છે જે સ્મોક નથી કરતો. પરંતુ હું ‘કંપની’ જેવી ફિલ્મમાં મલિક ભાઈનું પાત્ર ભજવતો હોઉં તો સ્મોકિંગ વિના કેવી રીતે ચાલે. હું નામ લીધા વગર કહીશ, અમે એવા લોકોનું પાત્ર ભજવીએ છીએ જે ખરેખર સ્મોક કરે છે. આથી આવા કેસમાં જો અમે સ્મોક ન કરીએ તો તે પાત્ર માટે યોગ્ય નહિ ગણાય.” અજય દેવગણ હવે રકુલ પ્રીત અને તબુ સાથે “દે દે પ્યાર દે”માં જોવા મળશે.''

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ