બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:11 PM, 7 September 2024
ફરી એકવખત સિંગર સાથે ખરાબ વર્તન કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. પંજાબી ગાયક કરણ ઔજલા જે ફિલ્મ 'બેડ ન્યૂઝ'નું લોકપ્રિય ગીત તૌબા-તૌબા ગાયું છે. તે હાલમાં યુકેના પ્રવાસ પર છે. લંડનમાં તેમનો કોન્સર્ટ ચાલી રહ્યો હતો. આ દરમિયાન કોઈએ તેના પર જૂતું ફેંક્યું હતું. ગુસ્સે ભરાયેલા કરણ ઔજલાએ સ્ટેજ પરથી જ અપશબ્દો બોલવાનું શરૂ કર્યું અને જૂતું ફેંકનાર વ્યક્તિને સ્ટેજ પર આવવા પડકાર ફેંક્યો. અંતમાં તેમણે યુવાનોને આવુ ન કરવા અને સન્માન દર્શાવવા અપીલ કરી હતી.
ADVERTISEMENT
तौबा तौबा' सिंगर करण औजला पर लाइव शो में फेंका गया जूता, भड़के गायक ने पूछा- क्या मैं इतना बुरा गा रहा हूं?
— Dr. Sobhit saini (@Dr_subh03) September 7, 2024
लंदन में लाइव कॉन्सर्ट में ऑडियंस में से किसी ने जूता फेंका। सिंगर ने आपा खो दिया।#karanaujla #liveconcert #LONDONTSTHEERASTOUR #London #Tauba_Tauba_Song #ViralVideo pic.twitter.com/SfP4Td5EzC
ADVERTISEMENT
સિંગર લંડનના શો દરમિયાન સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો હતો. આ દરમિયાન ડાબી બાજુથી એક સફેદ જૂતું સ્ટેજ તરફ આવ્યું અને સીધું કરણ ઔજલાના ચહેરા પર અથડાયું. જે બાદ કરણ ઔજલા ગુસ્સે થયો હતો. પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પોતાના અવાજનો જાદુ ફેલાવનાર ગાયક કરણ ઔજલા સાથે તાજેતરમાં લંડનમાં યુકે પ્રવાસ દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની હતી. કરણને તેના પ્રદર્શન દરમિયાન વિવાદાસ્પદ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કરણ ગીત ગાતો હતો ત્યારે કોઈએ તેના પર જૂતું ફેંક્યું અને તેને ફટકાર્યો. કરણ ઔજલા લંડનમાં લાઇવ કોન્સર્ટમાં સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે ગાયક પર સફેદ જૂતું ફેંકવામાં આવતા તે ગુસ્સે થઈ ગયો હતો.
Shoe hurled at rapper #KaranAujla in a concert at #London #Punjabi singers assail the action pic.twitter.com/NaefSym9NN
— Neel Kamal (@NeelkamalTOI) September 7, 2024
કરણ ઔજલા જે હાલમાં હિટ ગીત 'તૌબા-તૌબા' ગાવા માટે પ્રખ્યાત થયો હતો. હાલમાં તે UK ટુર પર છે, કરણ આ ગીત પર પરફોર્મ કરી રહ્યો હતો. અચાનક સ્ટેજ પર ડાબી બાજુથી એક જૂતું આવ્યું અને સીધું તેના ચહેરા પર વાગ્યું. આ ઘટના બાદ કરણે તરત જ ગાળો આપી અને જૂતા ફેંકનાર વ્યક્તિને સ્ટેજ પર બોલાવવા લાગ્યો. તેમણે કહ્યું કે જો તમારામાં હિંમત હોય તો સ્ટેજ પર આવો.
હાલમાં તે જાણી શકાયું નથી કે ગાયક સાથે આવું કેમ કરવામાં આવ્યું અને કોણે તેને જૂતું ફેંક્યું. આ વિવાદાસ્પદ ઘટના બાદ કરણે યુવા પ્રેક્ષકોને આવા અપમાનજનક વર્તનથી દૂર રહેવા અને કલાકારોનું સન્માન કરવાની અપીલ કરી હતી. તેમણે આ સમગ્ર ઘટના બાદ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે આવી ઘટનાઓ દર્શકો અને કલાકારો વચ્ચેની સમજણને નબળી પાડે છે. પ્રેક્ષકોના આ અનપ્રોફેશનલ વર્તનનો સામનો કરનાર ગાયક પણ આ દરમિયાન પોતાની નારાજગી વ્યક્ત કરતો જોવા મળ્યો હતો.
વધુ વાંચો : કરોડપતિ અભિનેતા રસ્તા પર ખાવા બેસી ગયો, વીડિયો જોઈ ચાહકોને મીઠો ઓડકાર
તમને જણાવી દઈએ કે આ ઘટના એટલી ગંભીર હતી કારણ કે તે જૂતું સીધું સિંગરના મોં પર વાગ્યું હતું. આ દરમિયાન ગાયક ગુસ્સે થઈ ગયો અને શોમાં વિક્ષેપ પાડતા જૂતા ફેંકનાર વ્યક્તિને શોધવા લાગ્યો. તેણે કહ્યું, શું હું એટલું ખરાબ ગાઉં છું કે લોકો જૂતા ફેંકે છે? જો તમને કોઈ સમસ્યા હોય તો સીધા સ્ટેજ પર આવો અને મારી સાથે વાત કરો. આ પછી સુરક્ષાકર્મીઓએ વ્યક્તિને પકડીને ત્યાંથી દૂર લઈ ગયા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Bhul Bhulaiyaa 3 Trailer / મંજુલિકાનું ડરામણું રૂપ! ભૂલ ભુલૈયા 3નું ટ્રેલર રીલીઝ, હોરર કોમેડી જોવા જેવી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.