બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:42 PM, 20 July 2024
મહિલાઓને જોતાં જ પુરુષોમાં અચાનક વાસનાનો કીડો સળવળવા લાગતો હોય છે. તેઓ ઉંમર પણ ભૂલી જતાં હોય છે અને મદદ કરવાને બહાને વાસના સંતોષવાનું સાધન બનાવી લેતાં હોય છે. આખો દેશ એકલી ફરી રહેલી ફેમસ બ્લોગર સરસ્વતી ઐયરે પોતાની સાથે બનેલો એક શરમજનક કિસ્સો શેર કર્યો છે. સરસ્વતીએ કહ્યું કે તે મહારાષ્ટ્રના કોલ્હાપુરથી પુણેના રસ્તા પર હતી. તેણે કારમાં એક વ્યક્તિ પાસેથી લિફ્ટ લીધી અને તેની મુસાફરી શરૂ કરી. થોડે દૂર ગયા પછી સરસ્વતીને અજુગતું લાગ્યું. તેણે આ કારમાંથી નીચે ઉતરવાનું નક્કી કર્યું. સાથે જ તેણે કાર ચાલક અને કારનો નંબર પણ કેમેરામાં રેકોર્ડ કરી લીધો હતો.
ADVERTISEMENT
'મારી સાથે દોસ્તી કરીશ'
ADVERTISEMENT
આ વ્યક્તિએ સરસ્વતીને લિફ્ટ તો આપી હતી પરંતુ તેની પાછળ તેનો છુપો ઈરાદો છતો થયો હતો. હકીકતમાં તેની ઈચ્છા છોકરી સાથે દોસ્તી અને પ્રેમ કરવાની હતી. સરસ્વતીએ કહ્યું કે આ ભાઈ મને તેની સાથે દોસ્તી કરવા કહે છે. ભાઈ સાહેબે લિફ્ટ આપી હતી પણ પછી પૂછ્યું કે મૈત્રી કરશે કે કેમ? એટલું જ નહીં, સરસ્વતીએ જણાવ્યું કે તે વ્યક્તિ તેને 50 હજાર રૂપિયાની ઓફર પણ કરી રહ્યો હતો. જો કે સરસ્વતીએ વીડિયો બનાવવાનું શરૂ કર્યું અને કારમાંથી નીચે ઉતરવાનું નક્કી કર્યું. સરસ્વતી કારમાંથી ઉતરતી વખતે વીડિયો બનાવી રહી હતી, તે સમયે કાર ચાલક પોતાનો ચહેરો છુપાવી રહ્યો હતો.
આવા લોકોને કારણે છોકરીઓ મુસાફરી કરતાં ડરે છે
સરસ્વતી વીડિયોમાં એવું કહી રહી છે કે આવા લોકોના કારણે જ છોકરીઓ મુસાફરી કરતા ડરે છે. આવા લોકોથી ડરશો નહીં, તેમનો વીડિયો બનાવો.
અજાણી વ્યક્તિ પાસેથી લિફ્ટ માંગવી ભૂલ
સરસ્વતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ઘણા લોકો આ વીડિયો પર વિવિધ કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે કાકા ફેમસ થઈ ગયા છે, હવે તેમની પત્ની, બહેન અને તેમની દીકરી બધું જ જોતા હશે. એકે લખ્યું કે સરસ્વતી, કોઈથી ડરશો નહીં, લડાઈ કરો, તમે બહાદુર છો. સોશ્યિલ મીડિયા યુઝરે લખ્યું કે સૌથી પહેલા અજાણી વ્યક્તિ પાસેથી લિફ્ટ માંગવી એ તમારી ભૂલ છે. આ ખોટું છે પણ બધા પુરુષો એક સરખા નથી હોતા. એક વ્યક્તિના કારણે દરેકને ખોટું કહેવું યોગ્ય નથી. એકે લખ્યું કે વિડિયો બનાવવો બરાબર છે પણ તમે પોલીસ ફરિયાદ કેમ નથી નોંધાવતા? એકે લખ્યું કે હું તમને ઘણા દિવસોથી ફોલો કરી રહ્યો છું પરંતુ તમારે પણ થોડું ધ્યાન રાખવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.