બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:31 PM, 8 September 2024
રવિવારનો દિવસ ટેલિવિઝન ચાહકો માટે ખૂબ જ દુઃખદ રહ્યો. પ્રસિદ્ધ ટેલિવિઝન સ્ટાર વિકાસ સેઠીના નિધનને લઈને આવેલ સમાચારથી બધા જ શૉકમાં આવી ગયા. વિકાસ ઊંઘી રહ્યા હતા, અને ઉંઘમાંજ તેમનું નિધન થઇ ગયું.. સવારે જ્યારે તેઓ ઉઠ્યા નહીં, ત્યારે તેમની પત્ની તેમને તરત જ હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા.
ADVERTISEMENT
આર્થિક તંગીથી હતા પરેશાન
સૂત્રો મુજબ, વિકાસ છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગીને કારણે પરેશાન હતા. તેમને ઘણા સમયથી કોઈ કામ મળી રહ્યું નહોતું. તેઓ ઇન્ડસ્ટ્રીના ઘણા મિત્રો સાથે પણ સંપર્કમાં ન હતા. ટેલિવિઝન શૉઝ ઉપરાંત વિકાસે કરણ જોહરની ફિલ્મ "કભી ખુશી કભી ગમ"માં પણ કામ કર્યુ હતું.. ફિલ્મમાં તેમનું કામ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
આ શોઝમાં પણ કામ કર્યું
વિકાસ સેઠી 90ના દાયકાના પ્રસિદ્ધ અભિનેતાઓમાંના એક રહ્યા છે. તેમણે "કહીં તો હોગા", "સસુરાલ સિમર કા", "ગુસ્તાખ દિલ" અને "ઉતરન" જેવા ઘણા પ્રખ્યાત શોઝમાં કામ કર્યું હતું. તેઓ જ્યારે પણ કોઈ શોમાં દેખાયા, તેમનાં કિલર લુક્સ અને શાનદાર અભિનયથી દિલ જીતી લીધું.
12 મેના રોજ છેલ્લી વખત તેમણે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો
2018માં તેમના લગ્ન જાન્હવી સેઠી સાથે થયા હતા. જાન્હવી સાથે લગ્ન પછી વિકાસ જુડવા બાળકોના પિતા બન્યા. તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહેતા. તેઓ પત્ની અને બાળકો સાથે ઘણી પોસ્ટ્સ પણ શેર કરતા. જોકે, છેલ્લા ચાર મહિનાથી તેમણે ઈન્સ્ટાગ્રામ પર કોઈ પોસ્ટ શેર કરી નહોતી. 12 મેના રોજ છેલ્લી વખત તેમણે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો.કહેવામાં આવી રહ્યું છે કે પૈસાની તંગીના કારણે હાર્ટ એટેકથી તેમનું મોત થયું છે. પણ હજી સુધી તેમના નિધન પર પરિવાર તરફથી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી. વિકાસ તેમના પરિવારના ખૂબ જ નજીક હતા. તેઓ પોતાના બાળકોને એટલું પ્રેમ કરતા હતા કે તેમણે હાથ પર જુડવા બાળકોના નામનો ટેટૂ પણ કરાવ્યો હતો. વિકાસ સેઠીના નિધનથી ચાહકોના દિલ તૂટ્યા છે. દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ TVની સંસ્કારી વહુ રિયલ લાઈફમાં એકદમ બોલ્ડ, સ્વિમસૂટમાં શેર કરી હોટ તસવીરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Bhul Bhulaiyaa 3 Trailer / મંજુલિકાનું ડરામણું રૂપ! ભૂલ ભુલૈયા 3નું ટ્રેલર રીલીઝ, હોરર કોમેડી જોવા જેવી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.