બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / famous singer harrdy sandhu confirms parineeti chopra and aap leader raghav chadha to get married
Arohi
Last Updated: 12:04 PM, 31 March 2023
ADVERTISEMENT
બોલિવુડ એક્ટ્રેસ પરિણીતિ ચોપડા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા ચર્ચામાં છે. હાલમાં જ આ જોડીને મુંબઈમાં સતત બે દિવસ ડિનર અને લંચ ડેટ પર સ્પોટ કરવામાં આવી હતી જ્યારે બાદ તેમના અફેરના રૂમર્સ સામે આવી રહ્યા હતા. જોકે બન્નેએ પોતાના સંબંધને લઈને કોઈ ખુલાસા કર્યા નથી. આ બધાની વચ્ચે સિંગર અને એક્ટર હાર્ડી સંધૂએ કંન્ફર્મ કર્યું છે કે પરિણીતિ અને રાઘવ જલ્દી લગ્ન કરી રહ્યા છે.
ADVERTISEMENT
પરિણીતિ-રાઘવના લગ્નને હાર્ડી સંધૂએ કર્યું કંફર્મ
એક ઈન્ટરવ્યૂ વખતે હાર્ડીએ કહ્યું કે તેમને ખુશી છે કે પરિણીતિ ફાઈનલી લાઈફમાં સેટ થઈ રહી છે. તેમણે કહ્યું કે, "હું ખૂબ જ ખુશ છું કે તે આખરે તે થઈ રહ્યું છે. હું તેમને શુભકામનાઓ આપુ છું." તેમણે એ પણ શેર કર્યું કે જ્યારે તે પોતાની 2022ની સ્પાઈ-થ્રિલક 'કોડ નેમઃ તિરંગા'ની શૂટિંગ કરી રહ્યા હતા તો તેમના લગ્નને લઈને ચર્ચા થઈ રહી હતી. તેમણે કહ્યું, "જ્યારે અમે કોડ નેમ: તિરંગાની શૂટિંગ કરી રહ્યા હતા, તો અમે લગ્નના વિશે ડિસકશન કરતા હતા અને તે કહેતી હતી કે હું ત્યારે જ લગ્ન કરીશ જ્યારે મને લાગશે કે મને યોગ્ય છોકરો મળી ગયો છે." તેમણે એ પણ કન્ફર્મ કર્યું છે કે તેમણે પરિણીતિ સાથે વાત કરી છે અને તેમને ફોન પર શુભકામનાઓ પણ આપી છે. તેમણે કહ્યું, "હા, મેં તેમને ફોન કર્યો અને શુભકામનાઓ આપી."
I extend my heartfelt congratulations to @raghav_chadha and @ParineetiChopra. May their union be blessed with an abundance of love, joy, and companionship. My best wishes!!! pic.twitter.com/3fSWVT4evR
— Sanjeev Arora (@MP_SanjeevArora) March 28, 2023
આપ નેતા પણ આપુ ચુક્યા છે શુભકામનાઓ
રિપોર્ટ્સ અનુસાર આપ સાંસદ અરોડાએ તો રૂમર્ડ કપલને શુભકામનાઓ પણ આપી દીધી હતી. સોશિયલ મીડિયા પર એક ટ્વીટ દ્વારા સંજીવે લખ્યું, "હું પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ડાને દિલથી શુભકામનાઓ આપું છું. બન્ને પ્રેમ, ખુશી અને કમ્પેનિયનશિપની સાથે બ્લેસ રહે. મારી શુભકામનાઓ." સંજીવના આ ટ્વીટ બાદ કન્ફર્મ માનવામાં આવી રહ્યું છે કે બન્ને હકીકતે એક બીજા સાથે જીવન પસાર કરવાના છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
દિલ્હી તોફાન પર અભિપ્રાય / VIDEO : 'હિંદુ છું એટલે મારી ધરપકડ ન કરાઈ', આખાબોલી એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે છેડી મોટી ચર્ચા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.