યુવકે મોડી રાત્રે તેની પત્ની અને ચાર બાળકો સાથે ઝેર પી લીધું
પરિવારના પાંચ સભ્યોના મોત નીપજ્યા, એક બાળકીની હાલટ ગંભીર
બિહારમાં દેવાના બોજથી દબાયેલા પરિવારે મોતને વ્હાલું કર્યું છે. નવાદા નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ન્યૂ એરિયા મોહલ્લામાં રહેતા કેદાર લાલ ગુપ્તાએ બુધવારે મોડી રાત્રે તેની પત્ની અને ચાર બાળકો સાથે ઝેર પી લીધું હતું. પરિવારના પાંચ સભ્યોના મોત નીપજ્યા હતા, જ્યારે એકની હાલત ગંભીર છે. જેથી ડૉક્ટરોએ ગંભીર ઇજાગ્રસ્ત વ્યક્તિને પાવાપુરી વિન્સમાં રિફર કરી હતી. પરંતુ ત્યાંથી તેને પાછો પટના રિફર કરવામાં આવ્યો છે.
વિગતો મુજબ મૃત્યુ પામેલાઓમાં ઘરના વડા કેદાર લાલ ગુપ્તા, પત્ની અનિતા કુમારી અને ત્રણ બાળકો પ્રિન્સ કુમાર, શબનમ કુમારી અને ગુડિયા કુમારીનો સમાવેશ થાય છે, જ્યારે એક પુત્રી સાક્ષીની હાલત નાજુક હોવાનું કહેવાય છે. તેને પહેલા પાવાપુરી વિન્સમાં રિફર કરવામાં આવિ હતી. પરંતુ પછી તેને નવાદા જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવિ હતી. જોકે ત્યાં પણ ગંભીર હાલત જોતા સાક્ષીને હવે પટના રીફર કરવામાં આવી છે.
પ્રાથમિક વિગતો મુજબ કેદારલાલ ગુપ્તા શહેરના વિજય બજારમાં ફળોની દુકાન ચલાવતા હતા અને તેમના પર ઘણું દેવું હતું. દેવાને લઈને તેને ખૂબ પરેશાન કરવામાં આવી રહ્યો હતો, જેના કારણે બધા કંટાળી ગયા અને શહેરમાં એક કબર પર જઈને ઝેર ખાઈ લીધું. પરિવારના પાંચ સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક બાળકીની હાલત નાજુક હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
પોલીસે શરૂ કરી તપાસ
ઝેર ખાવાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન પરિવારના વડા કેદાર લાલ ગુપ્તાની હાલત થોડી સારી હતી. જ્યારે પૂછવામાં આવ્યું કે તેણે ઝેર કેમ ખાધું ? તો કેદાર લાલ ગુપ્તાએ કહ્યું કે, પરિવાર પર 10-12 લાખ રૂપિયાનું દેવું છે, પરિવારે ખુશીથી સંમતિ આપી અને ઝેર ખાધું. આ પછી કેદાર લાલ ગુપ્તાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમનું મૃત્યુ થયું.
કેદારલાલ ગુપ્તાના પુત્ર પ્રિન્સે ઝેર પીતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયોમાં તે કહે છે, 'બજારમાંથી કેટલાક લોકો પાસેથી લોન લીધી હતી અને તેઓ અમને ખૂબ જ ત્રાસ આપતા હતા, અમે પૈસા પરત કરવા માટે થોડો સમય માંગ્યો હતો, પરંતુ લોકો સ્વીકારવા તૈયાર નહોતા અને વારંવાર ધમકીઓ આપતા હતા, જેના વિશે બધાએ ઝેર ખાધું.
આ સાથે સાક્ષીએ કહ્યું કે, પાપા ડિપ્રેશનમાં ચાલી રહ્યા હતા, તેમણે લોન લીધી હતી પણ અમને ખબર નહોતી. કોની પાસેથી લોન લીધી? આ સવાલના જવાબમાં સાક્ષીએ મનીષ ભૈયાનું નામ લીધું. જોકે પોલીસ આ મામલે મૌન સેવી રહી છે અને તપાસની વાત કરી રહી છે.