બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Family of Navsari has an accident in Junagadh, 3 death, 4 injured

દુર્ઘટના / કરુણાંતિકા: નવસારીના પરિવારને જુનાગઢમાં નડ્યો અકસ્માત, કાર પલટી જતાં ડ્રાઈવર સહિત પિતા-પુત્રના મોત

Vishnu

Last Updated: 07:06 PM, 30 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીનો પરિવાર સોમનાથના દર્શને નીકળ્યો હતો. જ્યાં  જૂનાગઢના મંગલપુર બાયપાસ ચોકડી પાસે કાર પલ્ટી, 3ના મોત 4 ઘાયલ

  • જૂનાગઢના મંગલપુર બાયપાસ ચોકડી પાસે કાર પલ્ટી
  • કાર અકસ્માતમાં ડ્રાઇવર સહિત પિતા-પુત્રનુ મૃત્યુ
  • અન્ય 4 ને ગંભીર ઇજા પહોંચતા જુનાગઢ રીફર કરાયા


જૂનાગઢના મંગલપુર બાયપાસ ચોકડી પાસે ઈનોવા કર ચાલકે સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતાં મોટી અકસ્માતની ઘટના બની છે. સોમનાથ દર્શનાર્થે જઈ રહેલા નવસારીના પરિવારને કેશોદના મંગલપુર પાટિયા પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં ડ્રાઇવર સહિત પિતા-પુત્રનું મૃત્યુનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે જ્યારે અન્ય 4 ને ગંભીર ઇજા પહોંચતા જૂનાગઢ હોસ્પિટલમાં રીફર કરાયા છે.

સોમનાથ દર્શનના ઓરતા અધૂરા રહ્યા..!
નવસારીનો પરૂવાર સૌરાષ્ટ્ર જુદા જુદા ધામોના દર્શન કરવા પરિવાર સહિત ઈનોવા કાર લઈને નીકળ્યો હતો.જે બાદ જૂનાગઢના કેશોદ તાલુકાના મંગલપુર બાયપાસ ચોકડી નજીક કાર ચાલકે સ્‍ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના લીધે ઇનોવા કાર પલટી મારી કચ્ચરઘાણ થઈ ગઈ હતી. અકસ્માતમાં કાર ડ્રાઇવર સહિત પરિવારના 6 લોકોમાંથી પિતા-પુત્રનું ઘટના સ્થળે જ ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું હતા. ઘટનાની જાણ પોલીસ તેમજ 108ને આસપાસના રાહદારીઓએ અને ચોકડી પરના દુકાનદારોએ કરી હતી. જે બાદ અકસ્માતમાં  નાની-મોટી ઇજાઓ પહોંચતા 4 લોકોને જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે હાલ અકસ્માત કેવી રીતે બન્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.


 

સંકળાયેલા મુદ્દાઓ

Death Innova car Navsari accident junagadh અકસ્માત ઈનોવા કાર જૂનાગઢ નવસારી સોમનાથ દર્શન Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ